પિતા રેફરીએ પુત્ર સ્ટુઅર્ટ બ્રૉડને કર્યો દંડ
પિતા રેફરીએ પુત્ર સ્ટુઅર્ટ બ્રૉડને કર્યો દંડ
પાકિસ્તાન અને ઇંગ્લૅન્ડ વચ્ચે રમાયેલી પહેલી ટેસ્ટ મૅચમાં પાકિસ્તાનની બીજી ઇનિંગ વખતે જ્યારે યાસિર શાહ આઉટ થયો હતો ત્યારે સ્ટુઅર્ટ બ્રૉડે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો, જેના કારણે મૅચ રેફરી અને તેના પિતા ક્રિસ બ્રૉડે તેને દંડ કર્યો હતો. સ્ટુઅર્ટ બ્રૉડે યાસિરના આઉટ થતાં જે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો એને લીધે આઇસીસીના નિયમોનું ઉલ્લંઘન થયું હતું. જોકે ઇંગ્લૅન્ડ ક્રિકેટ ટીમના એક ચાહકે સોશ્યલ મીડિયા પર આ ઘટનાની જાણકારી આપતાં લખ્યું કે ‘સ્ટુઅર્ટ બ્રૉડને તેના પિતા અને મૅચ રેફરી ક્રિસ બ્રૉડ દ્વારા ડીમેરિટ પૉઇન્ટ આપવામાં આવ્યો છે. આ જોઈને એવું લાગે છે કે આપણે ગીતના કેટલાક શબ્દો બદલી નાખવા જોઈએ.’
જોકે આ ટ્વીટનો મજેદાર જવાબ આપતાં સ્ટુઅર્ટ બ્રૉડે કહ્યું કે ‘તેઓ ક્રિસમસ કાર્ડ છુપાડીને મારી સામે લિસ્ટ મૂકી દેશે.’
આઇસીસીના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ બ્રૉડને મૅચ-ફીના ૧૫ ટકા દંડ કરવામાં આવ્યો છે.