Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > પાંચ-પાંચ સદી ફટકારીને પણ ટીમ ઇન્ડિયા પરાસ્ત

પાંચ-પાંચ સદી ફટકારીને પણ ટીમ ઇન્ડિયા પરાસ્ત

Published : 25 June, 2025 10:00 AM | Modified : 26 June, 2025 06:58 AM | IST | London
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પ્લેયર આૅફ ધ મૅચના મૅચવિનિંગ ૧૪૯, ઝેક ક્રૉલી સાથે ૧૮૮ રનની ઓપનિંગ પાર્ટનરશિપ : બીજી ઇનિંગ્સમાં જસપ્રીત બુમરાહ રહ્યો વિકેટલેસ, પ્રસિદ્ધ ક્રિષ્ના અને શાર્દૂલ ઠાકુરને મળી બે-બે વિકેટ

ઇંગ્લૅન્ડના ઓપનર્સ બેન ડકેટે ૧૭૦ બૉલમાં શાનદાર ૧૪૯ રન કરીને પોતાની ટીમની જીતમાં મજબૂત પાયો નાખ્યો હતો.

ઇંગ્લૅન્ડના ઓપનર્સ બેન ડકેટે ૧૭૦ બૉલમાં શાનદાર ૧૪૯ રન કરીને પોતાની ટીમની જીતમાં મજબૂત પાયો નાખ્યો હતો.


ભારતે આપેલા ૩૭૧ રનના ટાર્ગેટને પાંચ વિકેટે ચેઝ કરીને ઇંગ્લૅન્ડે પાંચ મૅચની સિરીઝમાં ૧-૦થી લીડ મેળવી લીધી

ઇંગ્લૅન્ડે હેડિંગ્લી ટેસ્ટ-મૅચના અંતિમ અને પાંચમા દિવસે પાંચ વિકેટે જીત નોંધાવી હતી. ભારતીય ટીમે પહેલી ઇનિંગ્સમાં ૪૭૧ રન અને બીજીમાં ૩૬૪ રન કરીને ૩૭૧ રનનો ટાર્ગેટ આપ્યો હતો. પહેલી ઇનિંગ્સમાં ૪૬૫ રન કરનાર ઇંગ્લૅન્ડે બીજી ઇનિંગ્સમાં ૮૨ ઓવર્સમાં પાંચ વિકેટ ગુમાવીને ૩૭૩ રન ફટકારીને બાજી મારી લીધી હતી. ભારતીય ફીલ્ડર્સના ડ્રૉપ કૅચ અને નબળી ફીલ્ડિંગનો ઇંગ્લૅન્ડે પૂરો લાભ ઉઠાવીને પોતાનો બીજો ૩૭૧ રનનો હાઇએસ્ટ ટાર્ગેટ ચેઝ કર્યો હતો. આ ટીમે ૨૦૨૨માં ભારત સામે ૨૭૮ રનનો ટાર્ગેટ પણ ચેઝ કરી બતાવ્યો હતો.



પાંચમા અને અંતિમ દિવસે ઇંગ્લૅન્ડે સાતમી ઓવરમાં એક પણ વિકેટ ગુમાવ્યા વગર ૨૧ રનના સ્કોરથી જીત માટે જરૂરી બાકીના ૩૫૦ રન બનાવવાની શરૂઆત કરી હતી. ઇંગ્લૅન્ડના ઓપનર્સ બેન ડકેટ (૧૭૦ બૉલમાં ૧૪૯ રન) અને ઝૅક ક્રૉલી (૧૨૬ બૉલમાં ૬૫ રન)એ પહેલી વિકેટ માટે ૧૮૮ રનની ભાગીદારી કરી હતી. ૨૧ ફોર અને એક સિક્સ ફટકાનાર બેન ડકેટ ભારત સામે મૅચની ચોથી ઇનિંગ્સમાં સૌથી મોટો વ્યક્તિગત સ્કોર કરનાર બૅટર બન્યો હતો.


છેક ૪૩ અને ૪૫મી ઓવરમાં ફાસ્ટ બૉલર પ્રસિદ્ધ ક્રિષ્ના (૯૨ રનમાં બે વિકેટ)એ ભારતને શરૂઆતની બે વિકેટ અપાવી હતી, જ્યારે ફાસ્ટ બોલર શાર્દૂલ ઠાકુરે (૫૧ રનમાં બે વિકેટ)  પંચાવનમી ઓવરમાં બૅક-ટુ-બૅક વિકેટ લઈને મૅચને રસપ્રદ બનાવી હતી.


જસપ્રીત બુમરાહને બીજી ઇનિંગ્સમાં એક પણ વિકેટ મળી નહોતી.

વરસાદથી પ્રભાવિત પાંચમા દિવસના અંતિમ સેશનમાં ૩૭.૩ ઓવરમાં ઇંગ્લૅન્ડને જીત માટે ૧૦૨ રન અને ભારતને ૬ વિકેટની જરૂર હતી. જો રૂટે (૮૪ બૉલમાં ૫૩ રન અણનમ) બેન ડકેટ સાથે ત્રીજી વિકેટ માટે ૪૭ રન, બેન સ્ટોક્સ (૫૧ બૉલમાં ૩૩ રન) સાથે પાંચમી વિકેટ માટે ૪૯ રન અને જેમી સ્મિથ (પંચાવન બૉલમાં ૪૪ રન અણનમ) સાથે છઠ્ઠી વિકેટ માટે ૭૧ રનની પાર્ટનરશિપ કરીને ઇંગ્લૅન્ડના જીતના માર્ગને સરળ બનાવ્યો હતો.

સ્પિનર રવીન્દ્ર જાડેજા (૧૦૪ રનમાં એક વિકેટ)ને બીજી ઇનિંગ્સમાં સફળતા મળી હતી, પણ પહેલી ઇનિંગ્સમાં પાંચ વિકેટ લેનાર ફાસ્ટ બૉલર જસપ્રીત બુમરાહ (૧૯ ઓવરમાં ૫૭ રન) બીજી ઇનિંગ્સમાં વિકેટલેસ રહ્યો હતો. ફાસ્ટ બૉલર મોહમ્મદ સિરાજ (૧૪ ઓવરમાં ૫૧ રન) પણ ફ્લૉપ રહ્યો હતો.

1673
ઇંગ્લૅન્ડ-ભારત ટેસ્ટ ઇતિહાસની હાઇએસ્ટ આટલા રનવાળી મૅચ રહી, ૧૯૯૦નો ૧૬૧૪ રનનો રેકૉર્ડ તૂટ્યો.

7
ઇંગ્લૅન્ડની ધરતી પર આટલી હાઇએસ્ટ સદીવાળી ટેસ્ટ-મૅચના ૧૯૩૮ના રેકૉર્ડની બરાબરી થઈ આ મૅચમાં. 

ઇંગ્લૅન્ડના ઓપનર્સે કરી ઐતિહાસિક પાર્ટનરશિપ

ઇંગ્લૅન્ડના ઓપનર્સે મૅચની ચોથી ઇનિંગ્સમાં ૨૫૬ બૉલમાં ૧૮૮ રનની ઓપનિંગ પાર્ટનરશિપ કરીને વર્ષો જૂના કેટલાક રેકૉર્ડ તોડ્યા હતા. હેડિંગ્લીમાં ટેસ્ટ-મૅચની ચોથી ઇનિંગ્સના સંદર્ભમાં આ સૌથી મોટી ઓપનિંગ પાર્ટનરશિપ હતી. તેમણે કિવી ઓપનર્સનો વર્ષ ૧૯૪૯નો ૧૧૨ રનની ભાગીદારીનો રેકોર્ડ તોડ્યો હતો. ૨૧મી સદીમાં ચોથી ઇનિંગ્સમાં હાઇએસ્ટ ૧૭૩ રન કરવાનો ઑસ્ટ્રેલિયન જોડીનો ઇંગ્લૅન્ડ સામેનો વર્ષ ૨૦૧૭નો રેકૉર્ડ પણ તૂટ્યો હતો સાથે ભારત સામેની ચોથી ઇનિંગ્સની પણ આ હાઇએસ્ટ પાર્ટનરશિપ હતી. તેમણે ૧૯૫૩નો વેસ્ટ ઇન્ડીઝનો ૭૨ વર્ષ જૂનો ૧૪૨ રનની ભાગીદારીનો રેકૉર્ડ પણ તોડ્યો હતો.

અમ્પાયરના નિર્ણય સાથે અસંમત થવા બદલ રિષભ પંતને ICC તરફથી મળ્યો ઠપકો

ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ ભારતના વિકેટકીપર-બૅટ્સમૅન રિષભ પંતને હેડિંગ્લી ટેસ્ટ-મૅચના ત્રીજા દિવસે અમ્પાયરના નિર્ણય સાથે અસંમત થવા બદલ ઠપકો આપ્યો છે. પંતે બૉલની સ્થિતિ વિશે દલીલ કરીને બૉલ બદલવા વિનંતી કરી હતી અને ફીલ્ડ અમ્પાયરે બૉલ ગેજથી તપાસ કર્યા બાદ બદલવાનો ઇનકાર કર્યો હતો ત્યારે પંતે અમ્પાયરની સામે બૉલને જમીન પર ફેંકીને પોતાની અસંમતિ વ્યક્ત કરી હતી. આ ગેરવર્તન બદલ તેને એક ડીમેરિટ પૉઇન્ટ મળ્યો છે જે છેલ્લા ૨૪ મહિનામાં આ તેનો પહેલો ગુનો છે.

Whatsapp-channel Whatsapp-channel

26 June, 2025 06:58 AM IST | London | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK