વિદેશી પ્લેયર્સ તરીકે વેસ્ટ ઇન્ડીઝનો સાઈ હોપ (૨૦૧૭) અને ઑસ્ટ્રેલિયાનો સ્ટીવ સ્મિથ (૨૦૧૯) જ ઇંગ્લૅન્ડમાં આ કલામ કરી શક્યા છે.
રિષભ પંત
હેડિંગ્લી ટેસ્ટમાં ૧૩૪ અને ૧૧૮ રનની ઇનિંગ્સ રમનાર રિષભ પંતે ઇતિહાસ રચ્ચો છે. તે એક ટેસ્ટ-મૅચમાં બે સદી ફટકારનાર પહેલો ભારતીય વિકેટકીપર-બૅટર બન્યો છે. ઓવરઑલ ઝિમ્બાબ્વેના ભૂતપૂર્વ ક્રિકેટર ઍન્ડી ફ્લાવર બાદ તે આ રેકૉર્ડ કરનાર બીજો વિકેટકીપર છે. ઍન્ડીએ છેક ૨૪ વર્ષ પહેલાં ૨૦૦૧માં સાઉથ આફ્રિકા સામે ૧૪૨ અને ૧૯૯ અણનમ રનની ઇનિંગ્સ રમી હતી.
રિષભ પંત ઇંગ્લૅન્ડની ધરતી પર આ કમાલ કરનાર પહેલો એશિયન બૅટર પણ બન્યો છે. વિદેશી પ્લેયર્સ તરીકે વેસ્ટ ઇન્ડીઝનો સાઈ હોપ (૨૦૧૭) અને ઑસ્ટ્રેલિયાનો સ્ટીવ સ્મિથ (૨૦૧૯) જ ઇંગ્લૅન્ડમાં આ કલામ કરી શક્યા છે.
ADVERTISEMENT
9
આટલી હાઇએસ્ટ સિક્સર ઇંગ્લૅન્ડમાં એક ટેસ્ટમાં ફટકારવા મામલે અંગ્રેજ ક્રિકેટર ઍન્ડ્ર્યુ ફ્લિન્ટોફ (૨૦૦૫) અને બેન સ્ટોક્સ (૨૦૨૩)ની બરાબરી કરી રિષભ પંતે.

