એલિસી પેરી ૬ મહિના ક્રિકેટ નહીં રમી શકે
એલિસી પેરી
ઑસ્ટ્રેલિયાની એલિસી પેરી હૅમસ્ટ્રિંગને કારણે ઓછામાં ઓછા ૬ મહિના સુધી ક્રિકેટ નહીં રમી શકે. ગ્રુપ લીગની ફાઇનલ મૅચમાં ન્યુ ઝીલૅન્ડ સામે એલિસી પેરી ઇન્જર્ડ થઈ હતી. તે આગામી અઠવાડિયામાં સર્જરી કરાવશે. આ વિશે એલિસીએ કહ્યું હતું કે ‘ટાઇમિંગ ખૂબ સારો છે. હું ફાઇનલ મૅચ જોઈ શકીશ. આવતા અઠવાડિયે મારી સર્જરી છે.’