Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > આજે દિલ્હી પ્રીમિયર લીગની ત્રીજી સીઝન શરૂ થશે

આજે દિલ્હી પ્રીમિયર લીગની ત્રીજી સીઝન શરૂ થશે

Published : 31 July, 2026 10:13 AM | IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

દિલ્હી પ્રીમિયર લીગ 2026ની ત્રીજી સીઝન 31 જુલાઈથી શરૂ થશે. અરુણ જેટલી સ્ટેડિયમમાં યોજાનારી આ સ્પર્ધામાં આઠ ટીમો ટ્રોફી માટે ટકરાશે, જ્યારે વીરેન્દ્ર સેહવાગ લીગના મુખ્ય ચહેરા તરીકે જોડાયા છે.

દિલ્હી પ્રીમિયર લીગ 2026

દિલ્હી પ્રીમિયર લીગ 2026


અરુણ જેટલી સ્ટેડિયમમાં ૩૧ જુલાઈથી ૩૦ ઑગસ્ટ વચ્ચે દિલ્હી પ્રીમિયર લીગની ત્રીજી સીઝન શરૂ થશે. એક મહિના સુધી ચાલનારી આ સ્પર્ધામાં ૮ ટીમો પ્રતિષ્ઠિત ટ્રોફી માટે ટકરાશે. ૨૦૨૪માં હિંમત સિંહની આગેવાનીમાં ઈસ્ટ દિલ્હી રાઇડર્સ અને ૨૦૨૫માં નીતિશ રાણાની આગેવાનીમાં વેસ્ટ દિલ્હી લાયન્સ ચૅમ્પિયન બન્યું હતું. 
આ વખતે યશ ધુલ સેન્ટ્રલ દિલ્હી કિંગ્સનો, મયંક રાવત ઈસ્ટ દિલ્હી રાઇડર્સનો, હિંમત સિંહ ન્યુ દિલ્હી ટાઇગર્સનો, સાર્થક રંજન નોર્થ દિલ્હી સ્ટ્રાઇકર્સનો, સિદ્ધાંત શર્માઆઉટર દિલ્હી વૉરિયર્સનો, અનુજ રાવત પુરાની દિલ્હીનો, આયુષ બદોની સાઉથ દિલ્હી સુપરસ્ટાર્સનો અને આયુષ દોસેજા વેસ્ટ દિલ્હી લાયન્સનો કૅપ્ટન છે. ભારતનો ભૂતપૂર્વ ક્રિકેટર વીરેન્દર સેહવાગ આ સીઝનમાં લીગનો મુખ્ય ચહેરો બન્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

31 July, 2026 10:13 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK