Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > નીરજ ચોપડા સહિત ત્રણેય ભારતીય ખેલાડીઓ જૅવલિન થ્રોની ફાઇનલ માટે ક્વૉલિફાય થયા

નીરજ ચોપડા સહિત ત્રણેય ભારતીય ખેલાડીઓ જૅવલિન થ્રોની ફાઇનલ માટે ક્વૉલિફાય થયા

Published : 31 July, 2026 10:59 AM | IST | Glasgow
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગ્લાસગો કૉમનવેલ્થ ગેમ્સ 2026માં નીરજ ચોપડા, રોહિત યાદવ અને યશવીર સિંહે જૅવલિન થ્રોની ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. હવે ત્રણેય ભારતીય ખેલાડીઓ મેડલ માટે પડકાર રજૂ કરશે.

ભારતના જ ત્રણ ખેલાડીઓ (ડાબેથી) રોહિત યાદવ, નીરજ ચોપડા અને યશવીર સિંહ જૅવલિન થ્રોની ફાઇનલ રમશે.

ભારતના જ ત્રણ ખેલાડીઓ (ડાબેથી) રોહિત યાદવ, નીરજ ચોપડા અને યશવીર સિંહ જૅવલિન થ્રોની ફાઇનલ રમશે.


સ્કૉટલૅન્ડના ગ્લાસગોમાં આજે મધરાતે ભારતના નીરજ ચોપડા સહિત ભારતના ત્રણ ખેલાડીઓ જૅવલિન થ્રોની ફાઇનલ રમશે. ગઈ કાલે ૧૮ ખેલાડીઓના ક્વૉલિફિકેશન રાઉન્ડમાં ટૉપ-૧૨માં રહીને નીરજ ચોપડા, રોહિત યાદવ અને યશવીર સિંહ એમ ત્રણેય ભારતીય ખેલાડીઓએ ફાઇનલમાં એન્ટ્રી કરી છે. 
૧૮ ખેલાડીઓમાંથી કોઈ ખેલાડી ૮૪ મીટરના ઑટોમૅટિક ક્વૉલિફિકેશન માર્કને પાર કરી શક્યો નહોતો. નીરજ ચોપડા ૭૯.૬૧ મીટરના શ્રેષ્ઠ થ્રો સાથે પાંચમા સ્થાને રહ્યો હતો. રોહિત યાદવ ૭૮.૩૭ મીટર અને યશવીર સિંહ ૭૮.૩૬ મીટર થ્રો સાથે અનુક્રમે નવમા અને દસમા સ્થાને રહ્યા હતા. 
શ્રીલંકાનો રમેશ થરંગા પથિરાજ ૮૨.૨૯ મીટરના થ્રો સાથે ક્વૉલિફિકેશન રાઉન્ડમાં પહેલા ક્રમે રહ્યો હતો. પાકિસ્તાનનો અરશદ નદીમ ૭૮.૬૩ મીટરનો થ્રો કરીને સાતમા ક્રમે રહીને ફાઇનલ માટે ક્વૉલિફાય થયો હતો.


Whatsapp-channel Whatsapp-channel

31 July, 2026 10:59 AM IST | Glasgow | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK