બધા જ ઑપરેટરો નવી પૉલિસીનું પાલન કરે છે કે નહીં એની ખાતરી કરવામાં આવશે એમ તેમણે જણાવ્યું હતું.
પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં બધી જ ઍપ-આધારિત પૅસેન્જર ટ્રાન્સપોર્ટ સર્વિસ આપતી કંપનીઓને પહેલી સપ્ટેમ્બર સુધીમાં ઍગ્રિગેટર પૉલિસી 2026 હેઠળ આ વર્ષે રજિસ્ટ્રેશન કરાવવાની સૂચના આપી છે. પહેલી સપ્ટેમ્બરની ડેડલાઇન બાદ રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પૂરી ન કરનારી અથવા નિયમોનું ઉલ્લંઘન કરનારી કંપનીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે એવી ચેતવણી સરકારે આપી છે. મહારાષ્ટ્રના ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર પ્રતાપ સરનાઈકે જણાવ્યું હતું કે નવી પૉલિસીથી ઍપ-આધારિત પૅસેન્જર ટ્રાન્સપોર્ટ વધુ સુરિક્ષત અને પારદર્શક બનશે. બધા જ ઑપરેટરો નવી પૉલિસીનું પાલન કરે છે કે નહીં એની ખાતરી કરવામાં આવશે એમ તેમણે જણાવ્યું હતું.
ખાડાને કારણે ખીણમાં ખાબકી રિક્ષા
ADVERTISEMENT

મીરા-ભાઈંદરમાં ઘોડબંદર રોડ પર ખાડાને કારણે રિક્ષા પરથી ડ્રાઇવરે કાબૂ ગુમાવતાં રિક્ષા ખીણમાં પડી ગઈ હતી. જોકે રિક્ષા-ડ્રાઇવર સમયસર રિક્ષામાંથી બહાર કૂદી જતાં તેનો જીવ બચી ગયો હતો. પછીથી ક્રેન વડે ખીણમાંથી રિક્ષા બહાર કાઢવામાં આવી ત્યારે એની દશા જોઈને જો ડ્રાઇવર એમાંથી કૂદ્યો ન હોત તો તેના કેવા હાલ થાત એનો અંદાજ લગાવી શકાય છે.
