Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > બટવારા 1947ના પ્રમોશન માટે દીકરા સાથે જયપુર પહોંચ્યો સની દેઓલ

બટવારા 1947ના પ્રમોશન માટે દીકરા સાથે જયપુર પહોંચ્યો સની દેઓલ

Published : 31 July, 2026 09:39 AM | IST | Jaipur
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સની દેઓલ, કરણ દેઓલ અને ડિરેક્ટર રાજકુમાર સંતોષી ‘બટવારા 1947’ના ટ્રેલર લૉન્ચ માટે જયપુર પહોંચ્યા હતા. રાજમંદિર સિનેમામાં ચાહકોને મળતાં પહેલાં તેમણે રામબાગ પૅલેસ અને હવા મહલની મુલાકાત પણ લીધી હતી.

સની દેઓલ અને કરણ દેઓલ

સની દેઓલ અને કરણ દેઓલ


સની દેઓલને લીડ રોલમાં ચમકાવતી ફિલ્મ ‘બટવારા 1947’નું ટ્રેલર બુધવારે જયપુરના વિખ્યાત રાજમંદિર સિનેમા ખાતે લૉન્ચ કરવામાં આવ્યું હતું અને ખાસ પ્રમોશન-ટૂર પણ યોજવામાં આવી હતી. ફિલ્મના કલાકારો સની દેઓલ, કરણ દેઓલ અને ડિરેક્ટર રાજકુમાર સંતોષી આ પ્રમોશનલ ટૂર માટે ખાસ જયપુર પહોંચ્યા હતા. આ ટૂર દરમ્યાન રાજમંદિર સિનેમામાં ફૅન્સ સાથે મુલાકાત કરતાં પહેલાં સની, કરણ અને રાજકુમાર સંતોષીએ જયપુરના પ્રખ્યાત રામબાગ પૅલેસ અને ઐતિહાસિક હવા મહલની પણ મુલાકાત લીધી હતી. સનીની આ મુલાકાત દરમ્યાન ફૅન્સમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળ્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

31 July, 2026 09:39 AM IST | Jaipur | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK