Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > વરલીની નૅશનલ સ્પોર્ટ્‍સ ક્લબ ઑફ ઇન્ડિયામાં ૩૦ દિવસ માટે કોઈ કમર્શિયલ ઇવેન્ટ્સ નહીં થાય

વરલીની નૅશનલ સ્પોર્ટ્‍સ ક્લબ ઑફ ઇન્ડિયામાં ૩૦ દિવસ માટે કોઈ કમર્શિયલ ઇવેન્ટ્સ નહીં થાય

Published : 31 July, 2026 07:53 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સ્પોર્ટ્‍સની જગ્યાએ ૯૦ ટકા કરતાં વધુ કમર્શિયલ ઇવેન્ટ્સ થતી હોવાથી BMCએ કડક પગલું લીધું

NSCI

NSCI


વરલીમાં આવેલી નૅશનલ સ્પોર્ટ્‍સ ક્લબ ઑફ ઇન્ડિયા (NSCI)ને આગામી ૩૦ દિવસ માટે તમામ કમર્શિયલ ઇવેન્ટ્સ સ્થગિત કરવાનો નિર્દેશ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ આપ્યો છે. ક્લબે એની જમીન-લીઝની શરતોનું ઉલ્લંઘન કર્યું છે અને મહારાષ્ટ્ર વિધાનસભાની પબ્લિક અકાઉન્ટ્સ કમિટી (PAC) દ્વારા માગવામાં આવેલી માહિતી પૂરી પાડવામાં નિષ્ફળ ગઈ હોવાથી આ કાર્યવાહી કરવામાં આવી છે. BMCએ જણાવ્યું હતું કે ૨૦૨૦ અને ૨૦૨૫ વચ્ચે NSCI દ્વારા આયોજિત ૨૦૭ કાર્યક્રમોમાંથી ૧૯૪ એટલે કે ૯૩ ટકા બિનરમતગમત કાર્યક્રમો હતા જે દર્શાવે છે કે રમતગમતને પ્રોત્સાહન આપવા માટે ફાળવવામાં આવેલી જમીનનો ઉપયોગ મુખ્યત્વે વ્યાપારી હેતુઓ માટે થઈ રહ્યો હતો.

BMCએ બુધવારે ઇશ્યુ કરેલા એક આદેશમાં જણાવ્યું હતું કે ૩૦ દિવસના સમયગાળા દરમ્યાન લીઝ પર આપેલી જમીન પર ફક્ત સરકારી અને નાગરિક કાર્યક્રમો તથા રમતગમત સંબંધિત પ્રવૃત્તિઓને જ મંજૂરી આપવામાં આવશે. અન્ય તમામ કમર્શિયલ ઇવેન્ટ્સને તાત્કાલિક અસરથી બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. અધિકારીઓને આવી ઇવેન્ટ્સ માટે નવી પરવાનગીઓ ન આપવાનો અને પહેલાંથી ઇશ્યુ કરાયેલી પરવાનગીઓ રદ કરવાનો પણ નિર્દેશ આપવામાં આવ્યો છે.



ગયા વર્ષે ઑગસ્ટમાં NSCI પરિસરની અનેક સુનાવણીઓ અને સ્પૉટ ઇન્સ્પેક્શન દરમ્યાન PAC દ્વારા અવલોકનોને પગલે આ કાર્યવાહી કરવામાં આવી છે. કમિટીએ ક્લબની કામગીરીનાં અનેક પાસાંઓ પર વિગતો માગી હતી જેમાં કમર્શિયલ પ્રવૃત્તિઓમાંથી થતી આવક, સબ-લાઇસન્સિંગ વ્યવસ્થા, સભ્યપદની વિગતો અને લીઝની શરતોના પાલનનો સમાવેશ થાય છે.


Whatsapp-channel Whatsapp-channel

31 July, 2026 07:53 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK