ટ્રુ ચૅમ્પિયન કોહલીને એક શબ્દમાં વર્ણવવો મુશ્કેલ છે : આન્દ્રે રસેલ
આન્દ્રે રસેલ
વેસ્ટ ઇન્ડીઝના ઑલરાઉન્ડર પ્લેયર આન્દ્રે રસેલે ઇન્ડિયન ટીમના કૅપ્ટન વિરાટ કોહલીની હાલમાં પ્રશંસા કરી છે અને તેને સાચો ચૅમ્પિયન કહ્યો છે. આ વિશે વધુ જણાવતાં રસેલે કહ્યું હતું કે ‘વિરાટ અદ્ભુત પ્લેયર છે. તેનાં વખાણ કરવા માટે આપણે ઘણીવાર પાંચ-દસ શબ્દોનો સાથે ઉપયોગ કરવો પડતો હોય છે. વિરાટ ટ્રુ ચૅમ્પિયન છે. હું આશા રાખું છું કે તે પોતાના ચાહકોનું આ રીતે મનોરંજન કરતો રહે. ટેસ્ટ ક્રિકેટ, વન-ડે અને ટી૨૦માં તે ઘણું સારું પર્ફોર્મ કરી રહ્યો છે. તે એક સંપૂર્ણ ઑલરાઉન્ડર પ્લેયર છે.’
પોતાની અને કોહલીની ટેક્નિક અંગે વાત કરતાં રસેલે કહ્યું હતું કે ‘મારી અને તેની ટેક્નિક ઘણી અલગ છે. મારી ટેક્નિક કરતાં તે ઘણો ક્લાસિકલ છે. મારી ટેક્નિક એટલી સ્મૂધ નથી. મારો કોઈ પણ ડિલિવરીમાં ફક્ત પાવર અને ફોર્સ સાથે રમવાનો સમાવેશ થાય છે.’