Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > રણજી ટ્રોફી ક્વૉર્ટર ફાઇનલ રાઉન્ડના પહેલા જ દિવસે ત્રણ ટીમનો ધબડકો જોવા મળ્યો

રણજી ટ્રોફી ક્વૉર્ટર ફાઇનલ રાઉન્ડના પહેલા જ દિવસે ત્રણ ટીમનો ધબડકો જોવા મળ્યો

Published : 07 February, 2026 07:40 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રણજી ટ્રોફી ૨૦૨૫-’૨૬ના ક્વૉર્ટર ફા​​ઇનલ રાઉન્ડના પહેલા જ દિવસે ૩ ટીમનો ધબડકો જોવા મળ્યો હતો. ૪ ક્વૉર્ટર ફાઇનલ મૅચમાંથી માત્ર આંધ્ર પ્રદેશની ટીમ પહેલા દિવસે બંગાળ સામે ૮૦ ઓવરમાં ૨૬૪-૬નો સ્કોર કરીને ટકી રહી હતી. 

કર્ણાટકના પ્રસિદ્ધ ક્રિષ્નાએ મુંબઈ સામે ત્રણ વિકેટ લીધી હતી, જેને કારણે મુંબઈની ટીમ માત્ર ૧૨૦ રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી. તસવીર : સતેજ શિંદે

કર્ણાટકના પ્રસિદ્ધ ક્રિષ્નાએ મુંબઈ સામે ત્રણ વિકેટ લીધી હતી, જેને કારણે મુંબઈની ટીમ માત્ર ૧૨૦ રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી. તસવીર : સતેજ શિંદે


રણજી ટ્રોફી ૨૦૨૫-’૨૬ના ક્વૉર્ટર ફા​​ઇનલ રાઉન્ડના પહેલા જ દિવસે ૩ ટીમનો ધબડકો જોવા મળ્યો હતો. ૪ ક્વૉર્ટર ફાઇનલ મૅચમાંથી માત્ર આંધ્ર પ્રદેશની ટીમ પહેલા દિવસે બંગાળ સામે ૮૦ ઓવરમાં ૨૬૪-૬નો સ્કોર કરીને ટકી રહી હતી. 
મુંબઈની ટીમ ઘરઆંગણે કર્ણાટક સામે માત્ર ૧૨૦ રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી. મુંબઈના સ્ટાર ક્રિકેટર યશસ્વી જાયસવાલ પાંચ રન, મુશીર ખાન એક રન, સિદ્ધેશ લાડ ૧૨ રન, કૅપ્ટન શાદૂર્લ ઠાકુર ૧૬ રન જ કરી શક્યા હતા. સરફરાઝ ખાન અસ્વસ્થ હોવાથી મૅચમાં સામેલ થયો નથી. કર્ણાટક તરફથી પેસ બોલર્સ પ્રસિદ્ધ ક્રિષ્ના, વિદ્વાથ કવિરપ્પા અને સ્પિનર શ્રેયસ ગોપાલે ૩-૩ વિકેટ ઝડપી હતી.

ક્વૉર્ટર ફાઇનલ રાઉન્ડના પહેલા દિવસની અપડેટ
મુંબઈને ૪૮.૧ ઓવરમાં ૧૨૦ રને ઑલઆઉટ કર્યા બાદ કર્ણાટકે કે. એલ. રાહુલના ૨૮, દેવદત્ત પડિક્કલના ૧૭ અને મયંક અગરવાલના અણનમ ૫૪ રનની મદદથી દિવસના અંતે ૨૬ ઓવરમાં ૧૧૦/૨નો સ્કોર કર્યો હતો. 
જમ્મુ ઍન્ડ કાશ્મીર ૬૭ ઓવરમાં ૧૯૪ રને ઑલઆઉટ થયું. મધ્ય પ્રદેશે ૧૦ ઓવરમાં વિકેટ ગુમાવ્યા વગર ૨૮ રન કર્યા. 
ઝારખંડે ૮૫ ઓવરમાં ૨૩૫/૧૦નો સ્કોર કર્યા બાદ ઉત્તરાખંડે એક ઓવરમાં ૪-૦નો સ્કોર કર્યો હતો. 
બંગાળ સામે આંધ્ર પ્રદેશે ૮૦ ઓવરમાં ૬ વિકેટ ગુમાવીને ૨૬૪ રન કર્યા હતા. બંગાળ તરફથી ફાસ્ટ બોલર મુકેશ કુમારને ૩ વિકેટ, આકાશદીપને બે વિકેટ અને મોહમ્મદ શમીને એક વિકેટ મળી હતી.


Whatsapp-channel Whatsapp-channel

07 February, 2026 07:40 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK