Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner

આજની ત્રણ મૅચો કઈ?

Published : 08 February, 2026 12:13 PM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં આજે બપોરે ૩ વાગ્યાથી ઇંગ્લૅન્ડ અને નેપાલની ટીમ પોતાના અભિયાનની શરૂઆત કરશે. બન્ને વચ્ચે ઇન્ટરનૅશનલ ક્રિકેટની પહેલી ટક્કર થવા જઈ રહી છે. વાનખેડે સ્ટેડિયમમાં ઇંગ્લૅન્ડ ૪ T20 મૅચ રમી છે જેમાં બે હાર અને બે જીત મળી હતી.

મિચેલ સેન્ટનર અને રાશિદ ખાન

મિચેલ સેન્ટનર અને રાશિદ ખાન


ન્યુ ઝીલૅન્ડ vs અફઘાનિસ્તાન 

ચેન્નઈના ચેપૉક સ્ટેડિયમમાં આજે સવારે ૧૧ વાગ્યાની મૅચ ન્યુ ઝીલૅન્ડ અને અફઘાનિસ્તાન વચ્ચે રમાશે. ન્યુ ઝીલૅન્ડ આજે દસમી વખત T20 વર્લ્ડ કપ રમવા ઊતરશે ત્યારે તેમની સામે અપસેટ સર્જવા માટે જાણીતી ટીમ અફઘાનિસ્તાનનો પડકાર રહેશે. પોતાનો આઠમો T20 વર્લ્ડ કપ રમવા ઊતરનાર અફઘાનિસ્તાને ગયા વર્લ્ડ કપમાં પહેલી વખત સેમી-ફાઇનલમાં એન્ટ્રી મારી હતી.  
બન્ને ટીમ વચ્ચે માત્ર બે T20 મૅચ વર્લ્ડ કપ દરમ્યાન જ રમાઈ છે. ન્યુ ઝીલૅન્ડે ૨૦૨૧માં ૮ વિકેટે અને અફઘાનિસ્તાને ૨૦૨૪માં ૮૪ રને જીત નોંધાવી હતી. બન્ને વચ્ચે છેલ્લી ટક્કર ચેન્નઈના ચેપોક સ્ટેડિયમમાં જ વન-ડે વર્લ્ડ કપ દરમ્યાન રમાઈ હતી. એ મૅચમાં ૧૪૯ રને જીત નોંધાવીને ન્યુ ઝીલૅન્ડે આ હરીફ સામે ત્રણેય વન-ડે મૅચ જીતવાનો સિલસિલો જાળવી રાખ્યો હતો. 



ઇંગ્લૅન્ડ vs નેપાલ 


મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં આજે બપોરે ૩ વાગ્યાથી ઇંગ્લૅન્ડ અને નેપાલની ટીમ પોતાના અભિયાનની શરૂઆત કરશે. બન્ને વચ્ચે ઇન્ટરનૅશનલ ક્રિકેટની પહેલી ટક્કર થવા જઈ રહી છે. વાનખેડે સ્ટેડિયમમાં ઇંગ્લૅન્ડ ૪ T20 મૅચ રમી છે જેમાં બે હાર અને બે જીત મળી હતી. માત્ર ત્રીજી વખત T20 વર્લ્ડ કપ માટે ક્વૉલિફાય થનાર નેપાલ ભારતમાં પહેલી વખત મોટી ટુર્નામેન્ટની મૅચ રમશે.

શ્રીલંકા vs આયરલૅન્ડ 


કોલંબોના આર. પ્રેમાદાસા સ્ટેડિયમમાં સહ-યજમાન દેશ શ્રીલંકા પોતાના અભિયાનની શરૂઆત આયરલૅન્ડ સામે કરશે. બન્ને વચ્ચે ૨૦૦૯, ૨૦૨૧ અને ૨૦૨૨માં T20 મૅચ રમાઈ છે. એ તમામ મૅચમાં શ્રીલંકાને અનુક્રમે ૯, ૭૦ અને ૯ વિકેટથી જીત મળી હતી. ૨૦૦૭થી ૨૦૨૩ સુધી બન્ને વચ્ચે રમાયેલી પાંચ વન-ડે મૅચમાં પણ શ્રીલંકાએ જીત મેળવી હતી. ૨૦૨૩માં રમાયેલી બે ટેસ્ટ-મૅચમાં પણ શ્રીલંકા વિજયી રહ્યું હતું. ટૂંકમાં આયરલૅન્ડની ટીમ શ્રીલંકાની ટીમને ક્યારેય માત નથી આપી શકી. શ્રીલંકા સતત દસમો અને આયરલૅન્ડ સતત નવમો T20 વર્લ્ડ કપ રમવા ઊતરશે. 

Whatsapp-channel Whatsapp-channel

08 February, 2026 12:13 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK