T20 વર્લ્ડ કપ 2024 ચૅમ્પિયન ભારતીય ટીમના ક્રિકેટર્સ રોહિત શર્મા, હાર્દિક પંડ્યા અને સૂર્યકુમાર યાદવને અંબાણી પરિવારે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની સંગીત સેરેમનીમાં સન્માનિત કર્યા હતા. સેરેમનીમાં ત્રણેયને સેલિબ્રિટીઝ દ્વારા સ્ટૅન્ડિંગ ઓવેશન મળ્યું હતું. જિયો વર્લ્ડ સેન્ટરમાં આ સન્માન આપતાં પહેલાં નીતા અંબાણીએ મુંબઈ ઇન્ડિયન્સના ખેલાડીઓ અને તેમના પરિવાર સાથે સ્પેશ્યલ પૂજા-આરતી પણ કરી હતી. ત્રણેય ક્રિકેટર્સને સન્માનિત કરતી વખતે મુંબઈ ફ્રૅન્ચાઇઝીનાં ઓનર મુકેશ અંબાણી અને નીતા અંબાણી સ્ટેજ પર ઇમોશનલ થઈ ગયાં હતાં. કૃણાલ પંડ્યા, ઈશાન કિશન, શ્રેયસ ઐયર, કે. એલ. રાહુલ, તિલક વર્મા અને મહેન્દ્ર સિંહ ધોની પણ આ સંગીત સેરેમનીમાં હાજર હતા. જસપ્રીત બુમરાહ ટ્રાવેલિંગને કારણે આ સેરેમનીમાં જોડાઈ શક્યો નહોતો.
07 July, 2024 12:30 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent