વિશ્વના એકલવાયા હાથી કાવને કમ્બોડિયાના નવા ઘરમાં નવી દોસ્તી કરી લીધી
એશિયાટિક એલિફન્ટ કાવન
૩૫ વર્ષથી પાકિસ્તાનમાં રહેલા અને છેલ્લાં આઠ વર્ષથી સાવ જ એકલાયું જીવન ગાળી રહેલા એશિયાટિક એલિફન્ટ કાવનને પહેલી ડિસેમ્બરે કમ્બોડિયાના પ્રાણી અભયારણ્યમાં લાવવામાં આવ્યો હતો. પહેલા જ દિવસે એણે મુક્તપણે ગ્રાઉન્ડમાં ફરવાનું અને બીજા હાથીઓ સાથે હળવામળવાનું શરૂ કરી દીધું હતું. કાવને સૂંઢથી સૂંઢ લગાવીને બીજા હાથીઓ સાથે દોસ્તીનો હાથ પણ મિલાવી લીધો છે એટલે પ્રાણીનિષ્ણાતોને લાગે છે કે હવે કાવન નવી જિંદગી શરૂ કરી શકશે.