Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ઘરનું રિનોવેશન કરતી વખતે ૧૭મી સદીના ૩૬ લાખના સિક્કા મળ્યા

ઘરનું રિનોવેશન કરતી વખતે ૧૭મી સદીના ૩૬ લાખના સિક્કા મળ્યા

28 April, 2024 02:07 PM IST | Washington
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

દંપતીએ સ્થાનિક ઑથોરિટીને જાણ કર્યા બાદ સફાઈ અને ઓળખ માટે સિક્કા બ્રિટિશ મ્યુઝિયમમાં મોકલવામાં આવ્યા હતા

કોઈન

અજબગજબ

કોઈન


જૂના જમાનામાં લોકો સોના-ચાંદી કે કીમતી સિક્કા જમીનમાં દાટી દેતા હતા એવી વાતો ઘણાએ સાંભળી હશે, પણ બ્રિટનના એક કપલના ઘરમાંથી ખરેખર આવા સિક્કા મળી આવ્યા હતા. બ્રિટનના ડોરસેટ શહેરમાં રૉબર્ટ ફૉક્સ અને તેની પત્ની બેટ્ટી ઘરનું જૂનું કિચન નાનું પડતું હોવાથી તોડીને નવું બનાવી રહ્યાં હતાં. આ માટે ખોદકામ કરતી વખતે સોના-ચાંદીના એક હજાર જેટલા સિક્કા મળી આવ્યા હતા. એ પછી દંપતીએ સ્થાનિક ઑથોરિટીને જાણ કર્યા બાદ સફાઈ અને ઓળખ માટે સિક્કા બ્રિટિશ મ્યુઝિયમમાં મોકલવામાં આવ્યા હતા. બ્રિટિશ મ્યુઝિયમના જણાવ્યા પ્રમાણે ૪૦૦ વર્ષ જૂના આ સિક્કાનું હાલનું મૂલ્ય અંદાજે ૩૫ લાખ રૂપિયા થાય છે. આ સિક્કા ૧૭મી સદીમાં થઈ ગયેલા બ્રિટિશ રાજા જેમ્સ પ્રથમ અને ચાર્લ્સ પ્રથમના વખતના હોવાનું પણ જાણવા મળ્યું હતું. હવે આ સિક્કાનું ઑક્શન કરવામાં આવશે જેમાંથી અમુક રકમ રૉબર્ટ અને બેટ્ટીને પણ મળશે.


Whatsapp-channel Whatsapp-channel

28 April, 2024 02:07 PM IST | Washington | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK