Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > બૉટલમાં પેટ્રોલ ન આપ્યું તો બાઇકની પેટ્રોલ-ટૅન્ક ઉઠાવીને પહોંચ્યો

બૉટલમાં પેટ્રોલ ન આપ્યું તો બાઇકની પેટ્રોલ-ટૅન્ક ઉઠાવીને પહોંચ્યો

Published : 28 March, 2026 01:04 PM | IST | Bihar
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બાટલીમાં પેટ્રોલ ન ભરી આપો, પણ વાહનની ટાંકીમાં તો પેટ્રોલ આપવું જ પડેને?

સોશ્યલ મીડિયા પર આવો જ એક કિસ્સો વાઇરલ થયો છે

અજબગજબ

સોશ્યલ મીડિયા પર આવો જ એક કિસ્સો વાઇરલ થયો છે


પેટ્રોલ-પમ્પ પર ફ્યુઅલ હંમેશાં તમારા વાહનમાં જ ભરીને મળે છે. તમે બાટલી કે કેનમાં અલગથી ભરીને પેટ્રોલ લાવી નથી શકતા. જોકે ઘણી વાર અચાનક વાહન બંધ પડી ગયું હોય ત્યારે નાની બૉટલમાં પણ પેટ્રોલ લેવું જ પડે છે. જો ન મળે તો વાહન ખેંચીને પેટ્રોલ-પમ્પ સુધી લઈ જવું પડે. સોશ્યલ મીડિયા પર આવો જ એક કિસ્સો વાઇરલ થયો છે. હાલમાં ફ્યુઅલની અછત છે અને લોકો ફ્યુઅલ માટે લાઇનો લગાવીને પેટ્રોલ-પમ્પ પર ઊભેલા જોવા મળે છે ત્યારે બાટલીમાં પેટ્રોલ મળે એવી કોઈ સંભાવના હતી જ નહીં. એમ છતાં એક યુવક પહેલાં બાટલી લઈને પેટ્રોલ લેવા જાય છે. સ્વાભાવિકપણે પેટ્રોલ-પમ્પવાળાએ ધરાર ના પાડી દીધી. હવે બાઇકર મૂંઝાયો. જોકે તેણે જે જુગાડ કાઢ્યો એ જોઈને નજરે જોનારા લોકો જ નહીં, ઇન્ટરનેટ પર પણ ભાઈસાહેબ ફેમસ થઈ ગયા છે. ભાઈએ પોતાના બાઇકની ખાલી ટાંકી બાઇકથી જુદી કરી અને એ ટાંકી ઊંચકીને પેટ્રોલ-પમ્પ પર પહોંચ્યા. હવે શું કરવું? બાટલીમાં પેટ્રોલ ન ભરી આપો, પણ વાહનની ટાંકીમાં તો પેટ્રોલ આપવું જ પડેને? પેટ્રોલ-પમ્પવાળાને પણ આ ભાઈ જેન્યુઇન લાગ્યા એટલે એ ટાંકી ફુલ કરી આપી. 


Whatsapp-channel Whatsapp-channel

28 March, 2026 01:04 PM IST | Bihar | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK