પોલીસે ત્યાર બાદ નવીનકુમાર અને નાનક દાસની ધરપકડ કરી હતી.
અજબ ગજબ
પ્રતીકાત્મક તસવીર
રાજધાની દિલ્હીમાં એક વેપારીએ સંસદસભ્ય બનવાની લાલચમાં બે કરોડ રૂપિયા ગુમાવ્યા છે. પોલીસે જણાવ્યું કે ‘બિહારના વતની બે ઠગે વેપારીને રાજ્યસભાના સંસદસભ્ય બનવાનું પ્રૉમિસ કર્યું હતું. વેપારીને વિશ્વાસ બેસે એ માટે એ ઠગે રાષ્ટ્રપતિ કાર્યાલયના બે નકલી દસ્તાવેજ પણ તૈયાર કરાવી લીધા હતા. નવીનકુમાર સિંહ અને નાનક દાસ નામના બન્ને ઠગે વેપારી પાસેથી પડાવેલા રૂપિયાથી બિહારમાં પ્રૉપર્ટી પણ ખરીદી લીધી હતી. જોકે પ્રૉમિસ મુજબ સંસદસભ્યપદ ન મળતાં વેપારીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ત્યાર બાદ નવીનકુમાર અને નાનક દાસની ધરપકડ કરી હતી.