ચંદ્રના એકસાથે કુલ ૨,૮૦,૦૦૦ ફોટો ‘ધ ગીગામૂન’ નામના ઇન્ટરૅક્ટિવમાં મૂકવામાં આવ્યા છે

પૃથ્વી પરથી લેવાઈ ચંદ્રની અદ્ભુત તસવીર
ધરતી પરથી જ્યારે આપણે ચંદ્રની સુંદરતાને જોઈએ છીએ ત્યારે આપણને પણ ત્યાં જવાની ઇચ્છા થાય છે. જોકે હવે ચંદ્રના એટલા બધા ફોટો મળી જાય કે તમે ઘેરબેઠાં એની સપાટી પર પડેલા ખાડાને પણ જોઈ શકો છો. ચંદ્રના એકસાથે કુલ ૨,૮૦,૦૦૦ ફોટો ‘ધ ગીગામૂન’ નામના ઇન્ટરૅક્ટિવમાં મૂકવામાં આવ્યા છે, જેને કારણે લોકો ચંદ્ર પર આવેલા કૉપરનિક્સ, ટાયકો, પ્લેટો, ઍરાસ્ટોસ્થેનિસ અને ક્લેવિયસ જેવા મોટા-મોટા ખાડા નજીકથી ઓળખી શકે છે. ૫૪ વર્ષ પહેલાં અમેરિકાનું પહેલું અપોલો મિશનનું જ્યાં લૅન્ડિંગ થયું હતું એને પણ જોઈ શકાય છે. અહીં તમે ચંદ્રના અડધા માઇલ કરતાં વધુ પહોળા કોઈ પણ ખાડામાં ઝૂમ કરી શકો છો. આ પ્રોજેક્ટ માટે બે ટેલિસ્કોપનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ફોટો ઍરિઝોનામાં આવેલા એક ઘરના વરંડામાં મૂકેલા ટેલિસ્કોપની મદદથી પાડવામાં આવ્યો હતો. આ ફોટોને ૧.૩ ગીગાપિક્સલ સુધી ખેંચી શકાય છે એથી એનું નામ ગીગામૂન રાખવામાં આવ્યું છે.

