આ ઉત્સવ વાવણી કર્યા પછી સારા વરસાદની પ્રાર્થના માટે મનાવવામાં આવે છે
રાભા આદિવાસી જાતિના લોકો હાલમાં બૈખો ફેસ્ટિવલ ઊજવી રહ્યા છે
આસામમાં વસતા રાભા આદિવાસી જાતિના લોકો હાલમાં બૈખો ફેસ્ટિવલ ઊજવી રહ્યા છે. આ ઉત્સવ વાવણી કર્યા પછી સારા વરસાદની પ્રાર્થના માટે મનાવવામાં આવે છે. અહીં પુરુષો પરંપરાગત ઢોલ વગાડે છે અને સ્ત્રીઓ ટ્રેડિશનલ ડાન્સ કરે છે. પહેલાં પુરુષોની બે ટીમો વચ્ચે રસ્સીખેંચની રમત રમાતી હતી, પરંતુ હવે આ રમતમાં સ્ત્રીઓ અને પુરુષોની ટીમો વચ્ચે રસ્સીખેંચ રમાય છે.


