નાહવાની મજા લઈ રહ્યો છે નાગ
ગરમીમાં નહાવાનો આનંદ લેતો નાગ
ગરમી પડે ત્યારે ‘ઠંડે ઠંડે પાની સે નહાના ચાહિયે’ એ ગીત આપણને યાદ આવી જ જાય. આ વાત કદાચ કાળોતરાને પણ ગમતી હોય એવું લાગે છે. ઇન્ટરનેટ પર વાઇરલ થયેલા એક વિડિયોમાં એક જાયન્ટ નાગના માથે એક માણસ પાણી રેડે છે અને નાગભાઈ પાણીમાં નાહવાની મજા લઈ રહ્યા છે. આ જોઈને કેટલાકે કમેન્ટ કરી છે કે આ તો અસલી ખતરોં કે ખિલાડી છે. કિંગ કોબ્રાને ડોલ ભરીને માથે પાણી રેડવાની હિંમત કરનાર વીરલો કોણ હશે એવો સવાલ ભલભલાને થાય એ સ્વાભાવિક છે. થોડીક શોધખોળ પછી ખબર પડી છે કે આ ઘટના કેરળની છે અને કિંગ કોબ્રાને નવડાવનારો માણસ છે કન્ઝર્વેશનલિસ્ટ વાવા સુરેશ નામના ભાઈ.