Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > સ્વિગીએ બર્થ-ડે કેક પર લખ્યું એવું કે… મેસેજ વાંચીને તમે પણ પેટ પકડીને હસશો

સ્વિગીએ બર્થ-ડે કેક પર લખ્યું એવું કે… મેસેજ વાંચીને તમે પણ પેટ પકડીને હસશો

02 May, 2024 01:15 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Swiggy On Cake Topper: બિલમાં સ્પષ્ટપણે ચોક્કસ સૂચનાઓ હતી, કૃપા કરીને જન્મદિવસની શુભેચ્છા સ્ટીક સાથે મોકલો; પરંતુ બેકરીના કર્મચારીઓએ તેનું ખોટું અર્થઘટન કર્યું

તસવીર સૌજન્ય : પિક્સાબે

Offbeat

તસવીર સૌજન્ય : પિક્સાબે


ફુડ ડિલીવરી એપ્સ મધરાતે લોકોની સૌથી મદદરુપ બની રહે છે. સ્વિગી ઇન્ડિયા (Swiggy India) ના માધ્યમથી પણ લોકો એનીટાઇમ ઓર્ડર કરતા હોય છે. પણ સ્વિગી અનેકવાર ઓર્ડરમાં લોચા મારી દે છે. જેનો એક તાજો અનુભવ સોસ્યલ મીડિયા (Social Media) પર વાાયરલ થયેલા વીડિયો (Viral Video) માં જોવા મળે છે. આ વખતે સ્વિગીએ બર્થ-ડે ટોપર (Swiggy On Cake Topper) માં લોચો માર્યો છે. જેના કારણે લોકો ટ્રોલ કરી રહ્યાં છે અને સાથે જ તેની ભૂલ પર પેટ પકડીને હસી રહ્યાં છે.

એક મહિલાએ તેની બહેનના બર્થ-ડે માટે સ્વિગી પરથી કેક ઓર્ડર કરી હતી. પણ તેની આ સરપ્રાઈઝ સમૂજમાં ફેરવાઈ ગઈ હતી. બેકરીના કર્મચારીઓએ તેની સૂચનાઓને થોડીક શાબ્દિક રીતે લીધી. કેક ટોપરને બદલે, કેક પર આઈસિંગમાં "હેપ્પી બર્થ ડે સ્ટિક" લખેલું હતું. આ વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થયો છે.



`@lin_and_greens` નામના ઈન્સ્ટાગ્રામ (Instagram) અકાઉન્ટ પરથી મહિલાએ કેક અને બિલનો વીડિયો પોસ્ટ કર્યો, જેણે સોશ્યલ મીડિયા યુઝર્સ અને દર્શકોને ચોંકાવી દીધા. બિલમાં સ્પષ્ટપણે ચોક્કસ સૂચનાઓ હતી કે, "કૃપા કરીને જન્મદિવસની શુભેચ્છા સ્ટીક સાથે મોકલો." પરંતુ, બેકરીના કર્મચારીઓએ તેનું ખોટું અર્થઘટન કર્યું.


સ્વિગી ઈન્ડિયાને ટેગ કરતા મહિલાએ લખ્યું, "હેપ્પી બર્થ ડે સ્ટિક, આ શું છે ભાઈ?" તે મારી નાની બહેનનો જન્મદિવસ હતો, અને અમે મધ્યરાત્રિએ ૨૦૦ ગ્રામની નાની કેકનો ઓર્ડર આપ્યો કારણ કે અમે ફક્ત ત્રણ જ જણ હતા. અમે વિચાર્યું કે અમે કેક પર કંઈપણ લખીશું નહીં, એ વિચારીને કે ત્યાં પૂરતી જગ્યા નહીં હોય."

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Lin and Greens (@lin_and_greens)


મહિલાએ રમૂજી રીતે તેની પોસ્ટના કૅપ્શનમાં આગળ લખ્યું છે કે, તેથી અમે સૂચના બોક્સમાં `કૃપા કરીને જન્મદિવસની શુભેચ્છા સ્ટીક સાથે મોકલો` લખ્યું. અમને લાગ્યું કે અમે તેણીને સરપ્રાઈઝ કરી રહ્યા છીએ પરંતુ તેના બદલે સ્વિગીએ અમને સરપ્રાઈઝ કર્યા.

ગેરસમજ પર પ્રતિબિંબિત કરતા તેણે સ્વીકાર્યું, મને ખબર નહોતી કે તેને `કેક ટોપર` કહેવામાં આવે છે. પાછળથી મારા એક મિત્રએ મને કહ્યું. મિકસ-અપ હોવા છતાં, તેણે તેને સારી રમૂજમાં લીધું અને કહ્યું, કોઈની તરફ ઇશારો ન કરવો, તે એક ભૂલ છે અને ચાલો આપણે બધા સાથે હસીએ.

મહિલાની આ પોસ્ટ બહુ જ વાયરલ થઈ છે.

ઓનલાઈન શેર કરવામાં આવી ત્યારથી આ પોસ્ટને ઈન્સ્ટાગ્રામ પર ૬૩ હજારથી વધુ લાઈક્સ મળી છે. લોકોએ કમેન્ટ્સ વિભાગમાં તેમની સાથે બનેલા આ જ પ્રકારના કિસ્સાઓની વાર્તાઓ શેર કરી છે. જે વાંચીને તમને ચોક્કસ હસવું આવશે. લોકોની કમેન્ટ્સ પરથી અંદાજો લગાડી શકાય છે કે, સ્વિગીથી આવી ભુલ વારંવાર થતી હશે.

Whatsapp-channel Whatsapp-channel

02 May, 2024 01:15 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK