ફેબ્રુઆરીના અંતમાં જંગલી પાંડાઓેનો સંવનનનો કાળ હોય છે ત્યારે પુખ્ત પાંડા માદાની નજીક આવે છે. આવા સંજોગોમાં બચ્ચાં સાથેની માદા પાંડા ઘણી આક્રમક હોય છે.
સફેદ પાંડા
વિશ્વનો એકમાત્ર સફેદ પાંડા પોતાના ભાઈઓ સાથે જોવા મળ્યો છે. પાંડાઓ સામાન્ય રીતે સફેદ અને કાળા રંગના પટ્ટાવાળા હોય છે, પરંતુ રંગસૂત્રોની ખામીને કારણે એ સંપૂર્ણપણે સફેદ છે. ચીનના સિચુઆન પ્રાંતમાં નૅશનલ નેચર રિઝર્વમાં માતા અને બચ્ચા સાથેનો સફેદ પાંડા વિઝ્યુઅલ્સ ઇન્ફ્રારેડ કૅમેરાને કારણે જોવા મળ્યો છે. સફેદ પાન્ડા પોતાના ભાઈઓ સાથે હતો ત્યારે માતા ઝાડના પોલાણમાં બેઠી હતી ત્યાંથી બચ્ચાંઓ તરફ આવી હતી. માતા શાંત હતી. માતા પોતાનાં બાળકોનું ધ્યાન રાખતી હતી. રિસર્ચ સેન્ટરના અધિકારીએ જણાવ્યા પ્રમાણે બચ્ચાંઓ એકથી બે વર્ષનાં છે, પરંતુ સફેદ પાંડા લગભગ પુખ્ત વયનો છે. માદા પાંડા એ સફેદ પાંડાની મમ્મી છે. ફેબ્રુઆરીના અંતમાં જંગલી પાંડાઓેનો સંવનનનો કાળ હોય છે ત્યારે પુખ્ત પાંડા માદાની નજીક આવે છે. આવા સંજોગોમાં બચ્ચાં સાથેની માદા પાંડા ઘણી આક્રમક હોય છે.

