એન્જલ શાર્ક દરિયાકાંઠાના પાણીમાં રહે છે. એ પાંચથી માંડીને ૧૫૦ મીટરની ઊંડાઈમાં જોવા મળે છે
એન્જલ શાર્ક
આયરલૅન્ડમાં બાળકોના એક ગ્રુપ સાથે કાયાકિંગ કરવા માટે નીકળેલા એક જૂથે જવલ્લે જ જોવા મળતી એન્જલ શાર્કને જોઈ હતી. આ માછલી રેનવિલે વિસ્તારમાં દેખાઈ હતી. આ માછલીને જોઈને કોઈ ડરી ગયા નહોતા. આટલી નજીકથી આ માછલીને જોવાનો લહાવો ભાગ્યે જ મળે છે. કાયાકિંગના કોર્સ માટે જોડાયેલાં બાળકો પણ આ દૃશ્ય જોઈને ખુશ થઈ ગયાં હતા. એન્જલ શાર્ક સમગ્ર યુરોપમાં ભાગ્યે જ જોવા મળે છે. સમાચાર ફેલાતાં ૧૨ જેટલા મરીન સાયન્ટિસ્ટ પણ ત્યાં પહોંચી ગયા હતા. એન્જલ શાર્ક દરિયાકાંઠાના પાણીમાં રહે છે. એ પાંચથી માંડીને ૧૫૦ મીટરની ઊંડાઈમાં જોવા મળે છે. એ નિશાચર પ્રાણી છે. એ કાદવ જેવા છીછરામાં પાણીમાં જોવા મળે છે. માદાઓ ૧૩ જેટલાં બચ્ચાંઓને જન્મ આપી શકે છે.


