Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > રેમડેસિવિરને બદલે આ ભાઈ બોલ્યો રેમો ડિસોઝા અને વિડિયો વાઇરલ થઈ ગયો

રેમડેસિવિરને બદલે આ ભાઈ બોલ્યો રેમો ડિસોઝા અને વિડિયો વાઇરલ થઈ ગયો

15 May, 2021 10:54 AM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વિડિયોમાં એક માણસ કોરોનાના ઇન્જેક્શન રેમડેસિવિરને ‘રેમો ડિસોઝા’ કહે છે. ૧૫ સેકન્ડની એ વિડિયો-ક્લિપના ૬ કલાકમાં ૧૧ લાખ વ્યુઝ નોંધાયા છે

આ માણસ કોરોનાના ઇન્જેક્શન રેમડેસિવિરને ‘રેમો ડિસોઝા’ બોલી ગયા

આ માણસ કોરોનાના ઇન્જેક્શન રેમડેસિવિરને ‘રેમો ડિસોઝા’ બોલી ગયા


બૉલીવુડના ડિરેક્ટર અને કોરિયોગ્રાફર રેમો ડિસોઝાએ સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ઇન્સ્ટાગ્રામ પર એક વિડિયો શૅર કર્યો હતો. રેમોએ એક માણસના હાસ્યાસ્પદ ઉચ્ચારનો પરિચય આપતો એ વિડિયો છેલ્લે સુધી જોવાની નેટિઝન્સને ભલામણ પણ કરી છે. વિડિયોમાં એક માણસ કોરોનાના ઇન્જેક્શન રેમડેસિવિરને ‘રેમો ડિસોઝા’ કહે છે. ૧૫ સેકન્ડની એ વિડિયો-ક્લિપના ૬ કલાકમાં ૧૧ લાખ વ્યુઝ નોંધાયા છે. રેમડેસિવિર ૫૦ દેશોમાં કોરોના-ઇન્ફેક્શનની સારવાર માટે વપરાતા ઇન્જેક્શનનું નામ છે.



ગયા બુધવારે ઍન્ટિ કોવિડ વૅક્સિન લેવા સજોડે ગયેલા બૉલીવુડના સ્ટાર્સમાં રેમો ડિસોઝાનો પણ સમાવેશ છે. વિડિયોમાં પેલો માણસ ‘સિપ્લા’ કંપની કા ‘રેમો ડિસોઝા’ બોલતાંની સાથે જોનારા માણસો પેટ પકડીને હસવા માંડે છે. રેમોએ એક ટીવી-ઇન્ટરવ્યુમાં કહ્યું કે ‘તમે જાણો છો કે રેમો ડિસોઝા અને રેમડેસિવિર વચ્ચે કોઈ સમાનતા નથી છતાં આ માણસે દવાને મારું નામ કેવી રીતે આપ્યું એ સમજાતું નથી. જોકે તમને હસવું જરૂર આવશે.’


Whatsapp-channel Whatsapp-channel

15 May, 2021 10:54 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK