પાંચ ટીનેજરોએ ઇલેક્ટ્રૉનિક ગૅજેટ્સ દાનમાં લે છે, જરૂરિયાતમંદોને આપે છે
ચંડીગઢથી પાંચ છોકરીઓ
ચંડીગઢથી પાંચ છોકરીઓએ ઑનલાઇન ક્લાસથી વિદ્યાર્થીઓ બરાબર ભણી શકે એ માટે અનોખું ગ્રુપ શરૂ કર્યું છે. નામ છે પ્રેરણા ફૉર યુ ઍન્ડ અસ. આ ગ્રુપના માધ્યમથી છોકરીઓએ લોકોને હાકલ કરી છે કે જેમની પણ પાસે એક્સ્ટ્રા જૂનાં ઇલેક્ટ્રૉનિક ડિવાઇસ હોય તો દાન કરે. એ ઉપરાંત ટીચર્સ પાસેથી આવા સ્ટુડન્ટ્સ વિશે માહિતી મેળવીને ચંડીગઢની સ્કૂલે જતી પાંચ ટીનેજર છોકરીઓએ કોની પાસે મોબાઇલ નથી એની માહિતી એકઠી કરી હતી. અત્યાર સુધીમાં ૨૧ સ્ટુડન્ટ્સને ઑનલાઇન અભ્યાસ માટે મોબાઇલ ફોન કે લૅપટૉપ પૂરાં પાડ્યાં છે.
આ છોકરીઓ યુવાઓને મળીને તેમને પોતાની પાસેના મોબાઇલ અને લૅપટૉપ જેવાં ઇલેક્ટ્રૉનિક ગૅજેટ્સ દાન કરવા સમજાવે છે, જેનો ઉપયોગ કરીને વંચિત વર્ગના સ્ટુડન્ટ્સ ઑનલાઇન શિક્ષણ માટે ચાલતા ઈ-ક્લાસિસ એટેન્ડ કરી શકે.