આ અનોખા ચિત્રકારના ચિત્રોની જબરી ડિમાન્ડ છે
રેકુન
ઉત્તર અમેરિકામાં જોવા મળતું પૂંછડીવાળું રીંછ જેવું નાનું પ્રાણી રેકુન તરીકે ઓળખાય છે. આ પ્રાણીઓને ઘણા લોકો પાળીને પોતાના ઘરમાં પણ રાખે છે. નવાઈની વાત એ છે કે હવે આ પ્રાણીમાં આર્ટની સમજ પણ વિકસવા માંડી છે. ઇન્સ્ટાગ્રામ પર એક નેટિઝને પોતે પાળેલા પાઇપર નામના રેકુનની કળાનું પ્રદર્શન કર્યું છે. પાઇપર એક મજાનો પેઇન્ટર છે અને પાછું પોતાના પેઇન્ટિંગ સાથે એ પોઝ પણ એક ચિત્રકારની અદાથી આપે છે. એ કઈ રીતે પેઇન્ટિંગ કરે છે એની તો ખબર નથી પડી, પણ ફાઇનલ પ્રોડક્ટ ઘણી મજાની છે. પાઇપરનાં પેઇન્ટિંગ્સને હજારો લાઇક્સ મળી છે અને એને ખરીદવા પણ લોકો તૈયાર છે.