બામ્બુમાંથી કૅન્ડલ બનાવી છે ત્રિપુરાની બહેનોએ
બામ્બુમાંથી કૅન્ડલ
ત્રિપુરાના મુખ્ય પ્રધાન બિપ્લબ કુમાર દેબે દિવાળી પહેલાં સેલ્ફ-હેલ્પ ગ્રુપની મહિલાઓના જૂથ દ્વારા તૈયાર કરવામાં આવેલી બામ્બુની મીણબત્તી લૉન્ચ કરી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ‘મન કી બાત’માં વોકલ ફૉર લોકલનો સંદેશો આપીને સ્થાનિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાની વાત કરી હતી જેના પગલે ત્રિપુરાના આ મહિલા ગ્રુપે સ્થાનિક ઑર્ગેનિક ખાદ્ય પેદાશો દ્વારા આત્મનિર્ભરતાનો પ્રોજેક્ટ રજૂ કર્યો છે.
બામ્બુની મોટા ભાગની પ્રજાતિ જલદી પરિપક્વ થતી હોવાથી તે રોજગારના સૃજનમાં સહાયક નીવડે છે જેથી રાજ્ય સરકારે એનો ઉપયોગ કરી નવી પ્રોડક્ટ બનાવવા પર ભાર મૂક્યો છે.