ચિપ્સ કંપનીએ 10,000 ફૂડ-પૅક્સથી ટીમ ઇન્ડિયાને આપી શુભેચ્છા
GET IT BACK INDIA
વર્લ્ડ કપનો વાવર ચાલી રહ્યો છે ત્યારે મૂળ અમેરિકાની ચિપ્સ બનાવતી કંપનીએ ટીમ ઇન્ડિયાને સપોર્ટ કરતું એક વાક્ય તૈયાર કર્યું હતું. કોચીમાં ઍટ્રિયા મૉલમાં પ્રિંગલ્સ ઇન્ડિયા કંપનીએ પોતાના ફૂડ-પૅકેટ્સ ગોઠવીને GET IT BACK INDIA લખ્યું હતું.
ADVERTISEMENT
સાથે જ ક્રિકેટના સિમ્બૉલ સમાન બૅટ અને પિચ પણ તૈયાર કરવામાં આવ્યા હતા. ૬૦ બાય ૪૦ ફુટના એરિયામાં ફેલાયેલા આ લખાણને ગિનેસ બુક ઑફ વર્લ્ડ રેકૉર્ડ્સ દ્વારા સૌથી જાયન્ટ ફૂડ- પૅકેટથી બનેલા વાક્યનો ખિતાબ મળ્યો હતો. મૉલમાં એક વીક સુધી આ ગોઠવણી રાખી મૂકવામાં આવશે.
આ પણ વાંચો : રોલ્સ-રૉય્સને 40 લાખ હીરાથી મઢવામાં આવે પછી તો પૂછવું જ શું?
શુક્રવારે આ ગોઠવણી થઈ હતી અને ત્યારથી ટીમ ઇન્ડિયા માટે શુભેચ્છા વ્યક્ત કરતા આ મેસેજ સાથે લોકો સેલ્ફી લેવાની તક ઝડપી રહ્યા છે. પોતાની ચિપ્સ ખાતાં-ખાતાં વર્લ્ડ કપ જોવાની હિમાયત આ અનોખા પ્રયોગ દ્વારા કરવાનો પ્રયાસ હતો.