ઓરિયો આઇસક્રીમનાં સ્ટફિંગવાળાં સમોસાં ખાધાં છે?
ઓરિયો આઇસક્રીમનાં સ્ટફિંગવાળાં સમોસાં
જો તમે ખાવાના શોખીન હો અને સુરત ફરવા ગયા હો તો ત્યાં આઇસક્રીમનાં ભજિયાં મળે છે એ જાણતા જ હશો. ઘણી જગ્યાએ હવે ચૉકલેટ સમોસાં પણ મળે છે. જોકે આજકાલ સોશ્યલ મીડિયા પર એક અજબ સમોસાના ફોટોગ્રાફ્સ વાઇરલ થયા છે.
ADVERTISEMENT
આ સમોસામાં બટાકાના પૂરણને બદલે આઇસક્રીમ ભરવામાં આવી છે અને એ પણ ઓરિયો આઇસક્રીમ. આઇસક્રીમ સમોસાનો આ ફોટો હમઝા ગુલઝાર નામના એક શેફે તેના ટ્વિટર-અકાઉન્ટ પર શૅર કર્યો છે. સોશ્યલ મીડિયા પર એ ખૂબ વખણાઈ રહ્યો છે તેમ જ લોકો એના પર અનેક ટિપ્પણી પણ કરી રહ્યા છે.