વાદળ વિનાના સ્વચ્છ આકાશમાંથી વીજળી ત્રાટકી આ પામ ટ્રી પર
પામ ટ્રી પર વીજળી ત્રાટકી
સામાન્ય રીતે આકાશમાં ઘેરાં વાદળાં ઘેરાયાં હોય ત્યારે જ એમાંથી વીજળીના ચમકારા થતા હોય છે અને એમાંથી જ કોઈક વીજળી જમીન પર પડે છે. જોકે અમેરિકાના ફ્લૉરિડામાં એક અનોખી ઘટના બની હતી. સ્વચ્છ આકાશ હોવા છતાં એક પામ ટ્રી પર વીજળી ત્રાટકી હતી. આ વાત કોઈએ કહેલી કે સાંભળેલી નથી, પરંતુ એ કચકડે કંડારાયેલી છે.
અવકાશી વીજળી ત્રાટકવાની ઘટના અનિશ્ચિત હોય છે એટલે એ જ ઘડીએ કોઈ કૅમેરા લઈને ઊભું થઈ જાય એવું પણ સંભવ નથી હોતું છતાં ફ્લૉરિડાના ટેમ્પા શહેરમાં પામ ટ્રી પર પડેલી વીજળીની ઘટના જોનાથન મૂરેના એક વિડિયો-ફુટેજમાં અલભ્ય રીતે કેદ થઈ ગયા હતા. સ્વચ્છ આકાશ હોવા છતાં વીજળી ત્રાટકવાની અણધારી ઘટનાની આ તસવીરો સાયન્ટિસ્ટો માટે પણ કોયડો છે કે આવા વાતાવરણમાં વીજળી કઈ રીતે ત્રાટકી હશે.