પિંપરી-ચિંચવડના એક સૅલોંમાં ગ્રાહકોને આકર્ષવા 4 લાખનું સોનાનું રેઝર
સોનાનું રેઝર
કોવિડ-19ની મહામારીને પગલે લાગુ કરાયેલા લૉકડાઉનમાં નાના પાયાના અને રોજની ઘરાકી પર આધાર રાખતા ઘણા ધંધા ઠંડા પડી ગયા હોવાથી લૉકડાઉન ખૂલ્યા પછીના વખતમાં ધંધાની ફરી જમાવટ કરવા માટે એના માલિકો અનેક પ્રકારના ઉપાય અજમાવે છે.
ADVERTISEMENT
પુણે નજીક પિંપરી-ચિંચવડમાં અવિનાશ બોરુંદિયા સોનાના ચમકતા રેઝર વડે ગ્રાહકોનું પોતાના સેલોંમાં શેવિંગ દાઢીનું શેવિંગ કરે છે. સોનાના રેઝર વડે શેવિંગ કરવાનો ચાર્જ ફક્ત ૧૦૦ રૂપિયા લેવામાં આવે છે. આ યુક્તિને કારણે ધંધો વધ્યો હોવાનું અવિનાશ કહે છે.