Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > સરેરાશ મતદાન ૬૧.૪૪ ટકા

સરેરાશ મતદાન ૬૧.૪૪ ટકા

08 May, 2024 08:24 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મહારાષ્ટ્રમાં ત્રીજા તબક્કાની ૧૧ બેઠક પર સૌથી વધુ કોલ્હાપુરમાં અને સૌથી ઓછું બારામતીમાં મતદાન

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


લોકસભાની ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં ત્રીજા તબક્કામાં ૧૩ બેઠક પર ગઈ કાલે મતદાન થયું હતું. મતદાન દરમ્યાન ધારાશિવ બેઠકમાં એકની હત્યા, ગરમી લાગવાથી રાયગડમાં એકનું મૃત્યુ, શિર્ડીમાં ઉમેદવારના વાહન પર પથ્થરમારો અને લોકસભાની સૌથી હૉટ બેઠક બારામતીમાં મતદાન પહેલાં રાતે રૂપિયાનો વરસાદ કરવામાં આવ્યો હોવાનો વિવાદ થવા સિવાય મહારાષ્ટ્રમાં શાંતિથી સરેરાશ ૫૫.૨૧ ટકા મતદાન થયું હતું. કોલ્હાપુરમાં સૌથી વધુ ૭૦.૩૫ ટકા તો બારામતીમાં સૌથી ઓછા ૫૬.૦૭ ટકા લોકો જ મત આપવા ઘરની બહાર નીકળ્યા હતા. આ બેઠકો ઉપરાંત ગઈ કાલે રાયગડ, ધારાશિવ, લાતુર, સોલાપુર, માઢા, સાંગલી, સાતારા, રત્નાગિરિ-સિંધુદુર્ગ અને હાતકણંગલે સહિતની અગિયાર બેઠક પર મતદાન થયું હતું. આ ૧૧ બેઠકોમાં ૨૦૧૪ અને ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં સરેરાશ અનુક્રમે ૬૩.૪૫ ટકા અને ૬૩.૮૬ ટકા મતદાન થયું હતું. આની સરખામણીએ આ વખતે અહીં ૬૧.૦૪ ટકા જ મતદાન થયું હતું. જોકે ફાઇનલ ટકાવારી એકાદ દિવસ બાદ આવશે ત્યાર બાદ અગાઉ કરતાં ઓછું કે વધુ મતદાન થયું છે એ જાણી શકાશે.

મહારાષ્ટ્રની ૧૧ લોકસભા બેઠકમાં સૌથી વધુ રસાકસી બારામતીમાં જોવા મળી હતી. અહીં શરદ પવાર અને અજિત પવારે સુપ્રિયા સુળે અને સુનેત્રા પવારને વિજયી બનાવવા માટેના તમામ પ્રયાસ કર્યા હતા. પવાર-પરિવારમાં પહેલી વખત બારામતીમાં વર્ચસ્વની લડતમાં ગઈ ચૂંટણી કરતાં આ વખતે દસેક ટકા ઓછું મતદાન થયું છે. આથી શરદ પવાર બારામતીનો ગઢ સાચવી રાખશે કે અજિત પવાર અહીંના નવા બાદશાહ તરીકે ઊભરશે એ ૪ જૂને મતગણરી થશે ત્યારે સ્પષ્ટ થશે. 



એ સિવાય ગઈ કાલે છત્રપતિ શિવાજી મહારાજના બે વંશજની બેઠકોમાં પણ મતદાન થયું હતું. કોલ્હાપુરમાંથી શિવાજી મહારાજના બારમા વંશજ શહાજી શાહુ કૉન્ગ્રેસની ટિકિટ પર તો શિવાજી મહારાજના તેરમા વંશજ ઉદયનરાજે ભોસલે સાતારામાંથી BJPની ટિકિટ પરથી ચૂંટણી લડ્યા હતા. આ બન્ને બેઠક પર ગઈ કાલે અનુક્રમે ૭૦.૩૫ ટકા અને ૬૩.૦૫ ટકા મતદાન થયું હતું. 


રાયગડ : આ બેઠકમાં આ વખતે ૫૮.૧૦ ટકા લોકોએ મત આપ્યા હતા. ૨૦૧૪ અને ૨૦૧૯માં અહીં અનુક્રમે ૬૪.૬૭ ટકા અને ૬૨.૧૭ ટકા મતદાન થયું હતું.
બારામતી : આ બેઠકમાં આ વખતે ૫૬.૦૭ ટકા લોકોએ મત આપ્યા હતા. ૨૦૧૪ અને ૨૦૧૯માં અહીં અનુક્રમે ૫૮.૮૩ ટકા અને ૬૧.૮૨ ટકા મતદાન થયું હતું.
ધારાશિવ : આ બેઠકમાં આ વખતે ૬૦.૯૧ ટકા લોકોએ મત આપ્યા હતા. ૨૦૧૪ અને ૨૦૧૯માં અહીં અનુક્રમે ૬૩.૬૫ ટકા અને ૬૩. ૭૬ ટકા મતદાન થયું હતું.
લાતુર :  આ બેઠકમાં આ વખતે ૬૦.૧૮ ટકા લોકોએ મત આપ્યા હતા. ૨૦૧૪ અને ૨૦૧૯માં અહીં અનુક્રમે ૬૨.૬૯ ટકા અને ૬૨.૪૪ ટકા મતદાન થયું હતું.
સોલાપુર :  આ બેઠકમાં આ વખતે ૫૭.૬૧ ટકા લોકોએ મત આપ્યા હતા. ૨૦૧૪ અને ૨૦૧૯માં અહીં અનુક્રમે ૫૫.૮૮ ટકા અને ૫૮.૬૭ ટકા મતદાન થયું હતું.
માઢા : આ બેઠકમાં આ વખતે ૬૨.૧૭ ટકા લોકોએ મત આપ્યા હતા. ૨૦૧૪ અને ૨૦૧૯માં અહીં અનુક્રમે ૬૨.૫૩ ટકા અને ૬૩.૭૭ ટકા મતદાન થયું હતું.
સાંગલી : આ બેઠકમાં આ વખતે ૬૦.૯૫ ટકા લોકોએ મત આપ્યા હતા. ૨૦૧૪ અને ૨૦૧૯માં અહીં અનુક્રમે ૬૩.૫૨ ટકા અને ૬૫.૯૨ ટકા મતદાન થયું હતું.
સાતારા : આ બેઠકમાં આ વખતે ૬૩.૦૫ ટકા લોકોએ મત આપ્યા હતા. ૨૦૧૪ અને ૨૦૧૯માં અહીં અનુક્રમે ૫૬.૭૯ ટકા અને ૬૦.૪૭ ટકા મતદાન થયું હતું.
રત્નાગિરિ-સિંધુદુર્ગ :  આ બેઠકમાં આ વખતે ૫૯.૨૩ ટકા લોકોએ મત આપ્યા હતા. ૨૦૧૪ અને ૨૦૧૯માં અહીં અનુક્રમે ૬૫.૫૬ ટકા અને ૬૧.૯૯ ટકા મતદાન થયું હતું.
કોલ્હાપુર : આ બેઠકમાં આ વખતે ૭૦.૩૫ ટકા લોકોએ મત આપ્યા હતા. ૨૦૧૪ અને ૨૦૧૯માં અહીં અનુક્રમે ૭૧. ૭૨ ટકા અને ૭૦.૮૬ ટકા મતદાન થયું હતું.
હાતકણંગલે : આ બેઠકમાં આ વખતે ૬૮.૦૭ ટકા લોકોએ મત આપ્યા હતા. ૨૦૧૪ અને ૨૦૧૯માં અહીં અનુક્રમે ૭૩.૦૦ ટકા અને ૭૦.૬૦ ટકા મતદાન થયું હતું.

ચૂંટણીના ચમકારા
રાયગડના મહાડ તાલુકાના કિંજળોલી બુદ્રુક ગામમાં રહેતો પ્રકાશ ચિનકાટે મતદાન કરવા ઘરેથી નીકળીને કેન્દ્ર તરફ જઈ રહ્યો હતો ત્યારે ગરમી લાગવાથી ચક્કર ખાઈને પડી ગયો હતો. ઘરે લઈ જવાયા બાદ તેનું મૃત્યુ થયું હતું. માઢા મતદાર ક્ષેત્રના સાંગોલા તાલુકાના બાગલવાડી ખાતેના મતદાન-કેન્દ્રમાં ગઈ કાલે બપોરે ૩ વાગ્યે એક યુવકે અચાનક આવીને પેટ્રોલ છાંટીને આગ લગાડી દીધી હતી. પાણીનો છંટકાવ કરીને આગને બુઝાવી દેવામાં આવી હતી અને આગ લગાડનારની ધરપકડ કરવામાં આવી હતી. શિર્ડી મતદાર ક્ષેત્રમાં વંચિત બહુજન આઘાડીના ઉમેદવાર ઉત્કર્ષા રૂપવતેની કાર પર અજાણ્યા લોકોએ પથ્થરમારો કરતાં કારનો આગળનો કાચ તૂટી ગયો હતો. રસ્તા લગોલગ આવેલી ઝાડીમાંથી આ પથ્થરમારો કરવામાં આવ્યો હતો. 
નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)નાં નેતા અને રાજ્ય મહિલા આયોગનાં અધ્યક્ષા રૂપાલી ચાકણકરે પુણેના ખડકવાસલા મતદાન-કેન્દ્રમાં જઈને ઇલેક્ટ્રૉનિક વોટિંગ મશીન્સ (EVM)ની પૂજા કરતાં વિવાદ થયો હતો. રત્નાગિરિ-સિંધુદુર્ગ લોકસભા મતદારક્ષેત્રના ચિપલૂણ ખેડ ખાતેના મતદાન-કેન્દ્રમાં લાઇટ જવાને લીધે મતદાનમાં અડચણ આવી હતી. આને લીધે અહીં મોડે સુધી 
મતદારોએ મત આપવા માટે રાહ જોવી પડી હતી.


Whatsapp-channel Whatsapp-channel

08 May, 2024 08:24 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK