Monkey Viral Video : એક વાંદરો ઓફિસની અંદર કોમ્પ્યુટર ચલાવતો જોવા મળ્યો હતો. લંગુર પશ્ચિમ બંગાળ રેલવે ઓફિસમાં કોમ્પ્યુટર ચલાવતો જોઈ સૌ હસી પડ્યા હતા.
તસવીર સૌજન્ય: ઇન્સ્ટાગ્રામ
વાંદરાઓ એવા પ્રાણીઓ છે જે હંમેશા ધમાલ મસ્તી કરતાં જોવા મળે છે આ જ કારણોસર અનેકવાર તેમના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Monkey Viral Video) થતાં હોય છે. જેમાંથી કેટલાક વીડિયો તો એવા હોય છે જે જોઈને સૌ કોઈ પેટ પકડીને હસવા લાગી જાય.
હાલમાં જ એક એવો જ વીડિયો વાયરલ થયો હતો. જેણે લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. આ વીડિયોમાં એક વાંદરો ઓફિસની અંદર કોમ્પ્યુટર ચલાવતો જોવા મળ્યો હતો. આ વાંદરનો વીડિયો (Monkey Viral Video) જોઈને તમે પણ હસી હસીને થાકી જશો. કેટલાક યુઝર્સ જેમણે વિડિયો જોયો છે તેઓ તેને ખૂબ એન્જોય કરી રહ્યા છે. જો કે તમે વાંદરાઓ અને લંગુરના ઘણા વીડિયો જોયા હશે, પરંતુ હાલમાં જ વાયરલ થયેલો આ વીડિયો આશ્ચર્ય જન્માવે એવો છે.
ADVERTISEMENT
આ વાયરલ વીડિયો (Monkey Viral Video) સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ જોવાઈ રહ્યો છે. વાંદરાના આ વીડિયોને ખૂબ જ લાઈક મળી રહ્યા છે. વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં એક લંગુર રેલવે ઓફિસમાં કોમ્પ્યુટર ચલાવતો જોવા મળે છે. તેને જોઈને એવું લાગે છે કે તે કોઈ અગત્યનું કામ પૂરું કરી રહ્યો હોય.
View this post on Instagram
વીડિયોમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે એક લંગુર કીબોર્ડ પર કંઈક ટાઈપ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. જેને જોઈને ત્યાં હાજર લોકો ખૂબ જ હસવા લાગ્યા છે. જે લોકોએ વીડિયો જોયો છે તેઓ મજામાં કહી રહ્યા છે કે “ભાઈ, તેને સરકારી નોકરી મળી છે, તે આશ્ચર્યજનક છે.”
આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર શૅર કરવામાં આવ્યો છે. વીડિયો શૅર કરતી વખતે કેપ્શન લખવામાં આવ્યું છે કે, `રેલવે સર્વિસમાં નવી નિમણૂક.` આ વીડિયોને અત્યાર સુધીમાં 12 મિલિયનથી વધુ લોકો જોઈ ચૂક્યા છે, જ્યારે 7 લાખ 14 હજારથી વધુ લોકોએ આ વીડિયોને લાઈક કર્યો છે. જો કે, આ વીડિયો ક્યારે અને ક્યાંનો છે તેની હજી સુધી કોઈ પુષ્ટિ થઈ શકી નથી.
યુઝર્સ વીડિયો પર અલગ-અલગ પ્રકારના રિએક્શન આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું, `અને અહીં અમે વિચારી રહ્યા છીએ કે AI અમારી નોકરી લઈ લેશે.` વાયરલ થયેલા આ વીડિયો (Monkey Viral Video)માં વાંદરાની આસપાસ એકઠા થયેલા લોકો તેને કામ કરતો જોઈને હસતાં જોવા મળે છે. સાથે જ તેઓ વાંદરાની વિશિષ્ટ હરકતોની પ્રશંસા કરી રહ્યા છે.
આ વીડિયોમાં જ એક જણ કહી રહ્યો છે કે, "એક કર્મચારી તેની ફરજ બજાવી રહ્યો છે.” સોશિયલ મીડિયા પર આ વીડિયો શૅર કરવામાં આવ્યો ત્યારથી ખૂબ જ ટ્રેન્ડ થઈ રહ્યો છે.

