પોતાના પાળેલા અજગરને સમુદ્રમાં સર્ફિંગ કરાવી હતી. જેના પછી તેનો વીડિયો વાયરલ થયો અને હવે તેના પર 2000 ઑસ્ટ્રેલિયન ડૉલર (લગભગ એક લાખ સાત હજાર રૂપિયા)થી વધારેનો દંડ ફટકારવામાં આવ્યો છે. ફિઉઝા પર આરોપ છે કે તે સાપને પબ્લિક વચ્ચે લઈને ગયો.

પ્રતીકાત્મક તસવીર
કંઈક અલગ કરવા અથવા સૌથી જૂદાં દેખાવાની ઘેલછામાં અનેક લોકો આળવીતરી વસ્તુઓ કરે છે. અજીબ પ્રાણીઓ પાળે છે. પણ આ પ્રાણી કેવી રીતે મનુષ્યને હેરાન કરે છે જો કોઈ ન સમજ્યું હોય તો ઑસ્ટ્રેલિયાના હિગોર ફિઉઝા નામની વ્યક્તિને જોઈને ચોક્કસ સમજી જશે. ફિઉઝાને તેનો શોખ ભારે પડ્યો છે. તાજેતરમાં જ તેણે પોતાના પાળેલા અજગરને સમુદ્રમાં સર્ફિંગ કરાવી હતી. જેના પછી તેનો વીડિયો વાયરલ થયો અને હવે તેના પર 2000 ઑસ્ટ્રેલિયન ડૉલર (લગભગ એક લાખ સાત હજાર રૂપિયા)થી વધારેનો દંડ ફટકારવામાં આવ્યો છે. ફિઉઝા પર આરોપ છે કે તે સાપને પબ્લિક વચ્ચે લઈને ગયો.
ઑસ્ટ્રેલિયન અખબારોમાં જે સમાચાર છપાયા છે, જો તે માનવામાં આવે તો ઑસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટના હિગોર ફિઉઝાએ પોતાના મોરેલિયા બ્રેડલી બ્રીડના અજગર, જેને તે પ્રેમથી શિવા કહેતો હતો, તેની સાથે સર્ફિંગ કરી. સાથે જ તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો. વીડિયો વાયરલ થયો તો તેના પર દરેક પ્રકારની પ્રતિક્રિયાઓ કરવામાં આવી.
ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા ફિઉઝાએ જમાવ્યું કે સાપ તરવા માટે જાણીતું છે અને પછી પાછો બૉર્ડ પર આવી જાય છે, કારણકે વીડિયોમાં સાપ પાણીમાં દેખાઈ રહ્યો છે. આ મામલે ફિઉઝાએ કહ્યું કે સાપ બૉર્ડ પર આવવા માટે મોજાંની રાહ જોઈ રહ્યો હતો. આ મામલે ફિઉઝા વન્યજીવ પ્રેમીઓના નિશાને છે.
પોતાના ટીકાકારોને જવાબ આપતા તેમણે કહ્યું કે જે રીતે સાપ પાણીમાં તરી રહ્યો હતો તે જોઈને એવું લાગી રહ્યું હતું કે તે પાણીની મજા માણી રહ્યો છે. જ્યાં સુધી તે તરંગો પર રહ્યો ત્યાં સુધી તેણે હિસ કરી નહીં. ફિયુઝાએ પોતાની વાત સાબિત કરવા માટે વિવિધ દલીલો આપી હોવા છતાં, ક્વીન્સલેન્ડના પર્યાવરણ અને વિજ્ઞાન વિભાગના વન્યજીવન અધિકારીઓએ તેમની વાત સાંભળી નહીં.
તે શિવ (મોરેલિયા બ્રેડલી જાતિનો અજગર) વિશે સતત ચિંતિત હતા. વાઇલ્ડલાઇફ ઑફિસર જોનાથન મેકડોનાલ્ડે આ બાબતે પ્રતિક્રિયા આપી અને કહ્યું કે સાપ દેખીતી રીતે ઠંડા લોહીવાળા પ્રાણીઓ છે, જો કે તેઓ તરી શકે છે, પરંતુ તેમ છતાં, સરિસૃપ સામાન્ય રીતે પાણીને ટાળે છે.
મેકડોનાલ્ડ પ્રમાણે, `અજગરને પાણી અત્યંત ઠંડું લાગ્યું હોવું જોઈએ અને દરિયામાં માત્ર દરિયાઈ સાપ જ હોવા જોઈએ.` મેકડોનાલ્ડે એમ પણ કહ્યું હતું કે જ્યારે ફિઉઝા પાસે સાપ રાખવાની યોગ્ય પરવાનગી હોઈ શકે છે, તેની પાસે તેની સંપત્તિમાંથી તેને બહાર લઈ જવાની પરમિટ ન હતી, જેના માટે તેને 2,322 ઓસ્ટ્રેલિયન ડોલરનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
ફિઉઝા પર દંડ ફટકારનારા અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ પગલું ફક્ત એટલા માટે લેવામાં આવ્યું છે કે પ્રાણીને આ રીતે બહાર લઈ જવાથી કોઈ પણ પ્રકારનો તણાવ ન આવે, સાથે જ તેના જીવનની સુરક્ષા અને સંરક્ષણ થાય.