Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > માત્ર બીચ અને પાર્કમાંથી ભેગા કરેલા સિક્કાઓ વડે આ ભાઈએ નવું ટીવી ખરીદી લીધું

માત્ર બીચ અને પાર્કમાંથી ભેગા કરેલા સિક્કાઓ વડે આ ભાઈએ નવું ટીવી ખરીદી લીધું

29 April, 2024 10:15 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ માણસનું કહેવું છે કે તે દર અઠવાડિયે ૨૧૦થી ૨૬૩ ડૉલર (આશરે ૨૧,૦૦૦ રૂપિયા) કિંમતના સિક્કા ભેગા કરી લે છે.

કૉઇનમૅનની તસવીર

અજબ ગજબ

કૉઇનમૅનની તસવીર


દક્ષિણ અમેરિકન દેશ ચિલીમાં એક વ્યક્તિએ બીચ અને પાર્કમાંથી ભેગા કરેલા સિક્કા વડે નવું ટીવી ખરીદી લીધું હતું. સામાન્ય રીતે ઘરમાં નવું ટીવી આવે એ પહેલાં બજેટની ચર્ચા થતી હોય છે, પણ લુઈ અલ્વારેઝ નામના આ ભાઈનું કામ તો માત્ર એક મેટલ-ડિટેક્ટરથી થઈ ગયું. લુઈ ચિલીનો જાણીતો ટિકટૉક યુઝર છે જેણે સતત સાત દિવસ સુધી દરિયાકિનારે રેતીમાં ખૂંપેલા અને પાર્કમાં પડેલા સિક્કા મેટલ-ડિટેક્ટર વડે શોધી કાઢ્યા હતા. એક રાતે તેણે તમામ સિક્કાને સાફ કર્યા અને એને બૅગમાં ભરીને ટીવી ખરીદવા પહોંચી ગયો. આ કૉઇનમૅનને જોઈને સ્ટોરનો સ્ટાફ પણ આશ્ચર્યચકિત થઈ ગયો હતો. આ માણસનું કહેવું છે કે તે દર અઠવાડિયે ૨૧૦થી ૨૬૩ ડૉલર (આશરે ૨૧,૦૦૦ રૂપિયા) કિંમતના સિક્કા ભેગા કરી લે છે.


Whatsapp-channel Whatsapp-channel

29 April, 2024 10:15 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK