તે હાલમાં ‘મર્ડર ઇન માહિમ’ વેબ-શોમાં જોવા મળી રહ્યો છે.
આશુતોષ રાણા
આશુતોષ રાણા હંમેશાં પાત્ર કેટલું લાંબું છે એના કરતાં એ કેટલું મહત્ત્વનું છે એના પર વધુ ધ્યાન આપે છે. તે હાલમાં ‘મર્ડર ઇન માહિમ’ વેબ-શોમાં જોવા મળી રહ્યો છે. એ વિશે વાત કરતાં આશુતોષ કહે છે, ‘ઍક્ટિંગની જ્યારે વાત આવે છે ત્યારે હું પાત્ર કેટલા સમય માટે છે એ જોવા કરતાં એ કેટલું મહત્ત્વનું છે એના પર વધુ ફોકસ કરું છું. હું એક જ પ્રકારનું પાત્ર બે વાર ભજવવામાં નથી માનતો. હું હંમેશાં મારી જાત સાથે પ્રામાણિક રહીને પાત્રને સમજવાની કોશિશ કરું છું જેથી સ્ક્રીન પર એને વધુ સારી રીતે ભજવી શકું.’