Lok Sabha Elections 2024: શિવસેના ઉદ્ધવ ઠાકર જૂથની 17 માર્ચે શિવાજી પાર્કમાં રેલી કરવાની અરજીને બીએમસીએ ફગાવી કાઢી હતી.
ઈન્ડિયા ગઠબંધનનું સોશિયલ મીડિયા એકાઉન્ટ
કી હાઇલાઇટ્સ
- ઈન્ડિયા ગઠબંધન દ્વારા 17 મેના રોજ બીકેસીના રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.
- આ રેલીમાં કૉંગ્રેસ, આપ, એનસીપી, ઉદ્ધવ ઠાકરે જૂથના અનેક નેતાઓ પણ સામેલ થવાના છે.
- 17 તારીખે શિવાજી પાર્કમાં મહાયુતિની પણ રેલી થવાની છે.
આગામી 20 મેના રોજ મુંબઈમાં 2024ની ચૂંટણી થવાની છે. 2024ની લોકસભા ચૂંટણીના લઈને હવે ઈન્ડિયા ગઠબંધન (કૉંગ્રેસ, ઉદ્ધવ ઠાકરે જૂથ, આમ આદમી પાર્ટી, એનસીપી શરદ પવાર જૂથ) પણ જોરદાર તૈયારી કરી રહ્યું છે. મહારાષ્ટ્રમાં લોકસભા ચૂંટણીમાં (Lok Sabha Elections 2024) મહાયુતિ (ભાજપ, શિવસેના શિંદે જૂથ, એનસીપી શરદ પવાર જૂથ)ને હરાવવા માટે ઈન્ડિયા ગઠબંધને મુંબઈમાં પ્રચાર કરવાનું શરૂ કર્યું છે. ચૂંટણી પ્રચાર માટે ઈન્ડિયા ગઠબંધને શક્તિ પ્રદર્શન કરવા માટે મુંબઈના બાન્દ્રા કુર્લા કોમ્પ્લેક્સ (BKC)માં રેલીનું આયોજન કર્યું છે.
ઈન્ડિયા ગઠબંધન દ્વારા 17 મે મુંબઈમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે 17 મે વડા પ્રધાન નરેન્દ્ર મોદી માટે પણ મહાયુતિ (Lok Sabha Elections 2024) દ્વારા મુંબઈના શિવાજી પાર્કમાં એક જનસભાનું આયોજન કર્યું છે. જેથી મહાયુતિ અને પીએમ મોદીનો જોરદાર સામનો કરવા માટે ઈન્ડિયા ગઠબંધન દ્વારા એક જ દિવસે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, એવું કહેવામાં આવી રહ્યું છે.
ADVERTISEMENT
INDIA ગઠબંધનની આ રેલી તેમના માટે ખૂબ જ મહત્ત્વની રહેવાની છે. બીકેસીમાં થનારી ઈન્ડિયા ગઠબંધનની (Lok Sabha Elections 2024) આ રેલીમાં દરેક મિત્ર પક્ષના અનેક મોટા અને દિગ્ગજ નેતાઓ સામેલ થવાના છે. રેલી સાથે થનારી સભામાં કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, શિવસેના (યુબીટી)ના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે, રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટીના વડા શરદ પવાર અને આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ સહિત અનેક બીજા મોટા નેતાઓ પણ સ્ટેજ પર હશે. આ સાથે મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રભારી રમેશ ચેન્નીથલાએ જણાવ્યું હતું કે ઈન્ડિયા ગઠબંધનના નેતાઓ 18 મેના રોજ મુંબઈમાં સંયુક્ત પત્રકાર પરિષદ પણ બોલાવવાના છે.
ઈન્ડિયા ગઠબંધના મિત્ર પક્ષ શિવસેના ઉદ્ધવ ઠાકરે જૂથ દ્વારા 17 માર્ચે મુંબઈના શિવાજી પાર્કમાં કાર્યક્રમ કરવાની માગણી મુંબઈ મહાનગરપાલિકા (BMC) સામે કરી હતી, જોકે બીએમસીએ (Lok Sabha Elections 2024) યુબીટીની આ અરજીને ફગાવી કાઢી હતી. શિવાજી પાર્કમાં સભાનું આયોજન કરવાનં પરવાનગી નહીં મળતા ઈન્ડિયા ગઠબંધન દ્વારા બાન્દ્રાના બીકેસીમાં રેલી સાથે સભાનું આયોજન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. 2024ની લોકસભા ચૂંટણીમાં પોતાનો એકપણ ઉમેદવારને ઊભો કર્યા વગર માત્ર મહાયુતિને સમર્થન આપવા માટે રાજ ઠાકરેના નેતૃત્વવાળી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ને 17 માર્ચે મુંબઈના શિવાજી પાર્કમાં રેલી અને સભા કરવાની મંજૂરી પાલિકાએ આપી છે.
મનસે દ્વારા દાદરના શિવાજી પાર્કમાં મહાયુતિના સમર્થન માટે જે સભાનું આયોજન કર્યું છે, તેમાં ભાજપ, શિવસેના એકનાથ શિંદે જૂથ અને એનસીપી અજિત પવાર જૂથના અનેક મોટા નેતાઓ પણ હાજર રહેવાના છે. તેમ જ આ સભામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ ઠાકરે એક સાથે સ્ટેજ પર આવશે, જેથી બંને વિપક્ષ દળો પર કઈ રીતે ટીકા કરે છે તે બાબત પર દરેક લોકોની નજર છે.