Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > બિઝનેસ સમાચાર > ઇઝરાયલની મિલિટરીએ ગાઝા પર નવેસરથી અટૅક કરતાં સોનું વધ્યું

ઇઝરાયલની મિલિટરીએ ગાઝા પર નવેસરથી અટૅક કરતાં સોનું વધ્યું

15 May, 2024 06:49 AM IST | Mumbai
Mayur Mehta | mayur.mehta@mid-day.com

અમેરિકન ઇન્ફ્લેશન એક્સપેક્ટેશન વધતાં સોનામાં ગમે ત્યારે ઘટાડો થવાની સંભાવના

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ઇઝરાયલ મિલિટરીએ ગાઝા પર નવેસરથી અટૅક કરતાં જિયોપૉલિટિકલ ટેન્શનને પગલે સોનામાં સેફ હેવન ડિમાન્ડ વધતાં ભાવ વધ્યા હતા. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૧૭૧ રૂપિયા અને ચાંદીનો ભાવ પ્રતિ કિલો ૫૮૬ રૂપિયા વધ્યો હતો. 


ઇકૉનૉમિક ઇન્ડિકેટર
અમેરિકી ડૉલર ઇન્ડેક્સ મંગળવારે ૦.૦૬ ટકા વધીને ૧૦૫.૨૮ પૉઇન્ટે પહોંચ્યો હતો. ન્યુ યૉર્ક ફેડના રિપોર્ટમાં ઇન્ફ્લેશન વધીને આવવાની ધારણા વ્યક્ત થઈ હતી તેમ જ જૅપનીઝ યેન ફરી ઘટીને બે સપ્તાહની નીચી સપાટીએ ૧૫૬ ડૉલરે પહોંચ્યો હતો, કારણ કે જૅપનીઝ ગવર્નમેન્ટ દ્વારા કરન્સીને ડેપ્રિસિએટ થતી રોકવા પગલાં લેવાની લાંબા સમયથી વાત થઈ રહી છે, પણ કોઈ ઠોસ પગલાં લેવાતાં નથી. આથી યેન વધુ ઘટતાં ડૉલરને સપોર્ટ મળ્યો હતો. અમેરિકાનું કન્ઝ્યુમર ઇન્ફ્લેશનનું આગામી એક વર્ષનું એક્સપેક્ટેશન એપ્રિલમાં વધીને ૩.૩ ટકાએ પહોંચ્યું હતું જે માર્ચમાં ત્રણ ટકા હતું. ખાસ કરીને ગૅસ, ફૂડ, મેડિકલ કૅર, એજ્યુકેશન અને રેન્ટ આગામી એક વર્ષમાં ખાસ્સા વધશે એવી ધારણા છે. આગામી ત્રણ વર્ષનું ઇન્ફ્લેશન એક્સપેક્ટેશન ૨.૯ ટકાથી ઘટીને ૨.૮ ટકા રહ્યું હતું, જ્યારે પાંચ વર્ષનું ઇન્ફ્લેશન એક્સપેક્ટેશન ૨.૬ ટકાથી વધીને ૨.૮ ટકા રહ્યું હતું. આ ઉપરાંત આગામી એક વર્ષનું અનએમ્પ્લૉયમેન્ટ એક્સપેક્ટેશન એક ટકો વધીને ૩૭.૨ ટકાએ પહોંચ્યું હતું. બ્રિટનમાં રિસેશનની અસર સતત લંબાઈ રહી છે. બ્રિટિશ પે-રોલ ડેટામાં એપ્રિલમાં ૮૫,૦૦૦ નવી નોકરીઓ ઉમેરાઈ હતી જેમાં ખાસ્સો એવો ઘટાડો થયો હતો તેમ જ અનએમ્પ્લૉયમેન્ટ ઇન્ડેક્સ વધીને જાન્યુઆરીથી માર્ચ દરમ્યાન ૪.૩ ટકાએ પહોંચ્યો હતો, જે અગાઉના ક્વૉર્ટરમાં ૪.૨ ટકા હતો. વળી રેગ્યુલર પે-ગ્રોથ છ ટકાએ સ્ટેડી હતો.



શૉર્ટ ટર્મ – લૉન્ગ ટર્મ 
ઇઝરાયલ અને હમાસ વચ્ચે આઠ મહિનાથી ચાલી રહેલા યુદ્ધની સમાપ્તિ માટે હવે અમેરિકા સક્રિય ભૂમિકા ભજવી રહ્યું છે. અમેરિકી નૅશનલ સિક્યૉરિટી ઍડ્વાઇઝરે જણાવ્યું હતું કે ઇઝરાયલનો રફાહ પરનો અટૅક એક ભૂલ છે આથી ઇઝરાયલે યુદ્ધ સમાપ્તિ માટે ઝડપથી આગળ વધવું જોઈએ. અમેરિકાએ ઇઝરાયલને યુદ્ધ સમાપ્ત કરવા માટે વધુ એક વખત અપીલ કરી હતી. અમેરિકાના ટૉપ ઑફિસરોનું માનવું છે કે ગાઝા પર ઇઝરાયલની જીત સાબિત કરવા માટે કઈ સ્ટ્રૅટેજી અપનાવવી જોઈએ. બીજી તરફ ઇઝરાયલની મિલિટરી ગાઝાની યુદ્ધગ્રસ્ત પબ્લિકને કોઈ પણ પ્રકારની મદદનો વિરોધ કરી રહ્યું હોવાથી તેમ જ ગાઝા-રફાહ પર ઇઝરાયલ મિલિટરીનો અટૅક સતત ચાલુ હોવાથી યુદ્ધ સમાપ્તિ લંબાઈ રહી છે. હાલની ગતિવિધિ અને અમેરિકાની સક્રિય ભૂમિકા જોતાં ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધની સમાપ્તિની ગમે ત્યારે ઘોષણા થઈ શકે છે. આ ઘોષણા સાથે સોનાને જિયોપૉલિટિકલ ટેન્શનનો સપોર્ટ મળતો બંધ થશે. બીજી તરફ અમેરિકાનું ઇન્ફ્લેશન જો વધીને આવશે તો સોનાના ભાવને બેતરફી માર પડતાં ઘટાડો જોવા મળશે. 


Whatsapp-channel Whatsapp-channel

15 May, 2024 06:49 AM IST | Mumbai | Mayur Mehta

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK