૧૪ જણનાં મૃત્યુનું કારણ બનેલું ગેરકાયદે હોર્ડિંગ જેની કંપનીનું છે એ મુલુંડવાસી અપક્ષ તરીકે વિધાનસભાની ચૂંટણી પણ લડી ચૂક્યો છે : પોલીસને તે મળી નથી રહ્યો અને તેનો ફોન પણ બંધ છે
ભાવેશ ભિંડે અને ભાવેશ જ્યાં રહે છે એ મુલુંડનું ગોલ્ડન વિલા બિલ્ડિંગ.
મુલુંડ-વેસ્ટમાં રહેતા અને મુલુંડ-વેસ્ટમાં જ ઈગો મીડિયા પ્રાઇવેટ લિમિટેડના નામથી ઍડ્વર્ટાઇઝિંગ એજન્સી ચલાવતા ભાવેશ ભિંડેની કંપની દ્વારા ઘાટકોપરમાં ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર લગાવવામાં આવેલું ૧૨૦x૧૨૦ ફીટનું ગેરકાયદે હોર્ડિંગ સોમવારે ડર્સ્ટ સ્ટૉર્મને કારણે એના સ્ટ્રક્ચર સાથે ભારત પેટ્રોલિયમ કૉર્પોરેશનના પેટ્રોલ પમ્પ પર પડતાં ૧૪ લોકોનાં મૃત્યુ થયાં હતાં. ત્યાર બાદ પોલીસે તેની સામે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે. પોલીસનું કહેવું છે કે તે મિસિંગ છે અને તેનો ફોન બંધ છે.