Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > મહાત્મા ગાંધીની મેટ્રિકની માર્કશીટ વાયરલઃ અંગ્રેજીમાં સૌથી વધુ માર્ક અને ગણિતમાં...

મહાત્મા ગાંધીની મેટ્રિકની માર્કશીટ વાયરલઃ અંગ્રેજીમાં સૌથી વધુ માર્ક અને ગણિતમાં...

Published : 28 April, 2026 03:05 PM | Modified : 28 April, 2026 03:07 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

પ્રખ્યાત ઇતિહાસકાર રામચંદ્ર ગુહા જેમણે ગાંધીજી પર સારું એવું કામ કર્યું છે તેમના મતે ગાંધીજી પોતે સ્વીકારતા કે તેઓ હાઈસ્કૂલમાં બહુ તેજસ્વી વિદ્યાર્થી નહોતા. ગાંધીજીએ પોતાની આત્મકથા સત્યના પ્રયોગોમાં પણ વિદ્યાર્થી તરીકે પોતાની નિષ્ફળતાની વાત કરી છે.

મહાત્મા ગાંધીની માર્કશીટ વાયરલ થઈ છે- તસવીર સૌજન્ય સોશ્યલ મીડિયા

મહાત્મા ગાંધીની માર્કશીટ વાયરલ થઈ છે- તસવીર સૌજન્ય સોશ્યલ મીડિયા


બોર્ડની પરીક્ષાઓના પરિણામોના આ માહોલમાં જ્યારે વિદ્યાર્થીઓ અને વાલીઓ ટકાવારીના ભારે દબાણ હેઠળ હોય છે ત્યારે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 10મી મેટ્રિકની માર્કશીટ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે. બાપુના ગુણ જોઈને ઘણા લોકો આશ્ચર્યચકિત છે પરંતુ આ આંકડા આજના યુવાનો માટે પ્રેરણાનો સ્ત્રોત બની રહ્યા છે. ગાંધીજીની માર્કશીટ એક સરેરાશ વિદ્યાર્થીની સફર બતાવે છે. 1887માં મહાત્મા ગાંધીએ બોમ્બે યુનિવર્સિટીમાંથી મેટ્રિકની પરીક્ષા આપી હતી. તેમનો પરીક્ષા નંબર 2275 હતા. તે વર્ષે કુલ 3067 વિદ્યાર્થીઓમાંથી માત્ર 799 પાસ થયા હતા જેમાં ગાંધીજીનો ક્રમ 404મો હતો.

ગાંધીજીના વિષય પ્રમાણે માર્ક 




અંગ્રેજી 200 માંથી 89
ગુજરાતી 100 માંથી 45.5
ગણિત 175 માંથી 59
જનરલ નોલેજ 150 માંથી 54
કુલ ગુણ 625 માંથી 247.5 આશરે 40 ટકા


માર્કશીટથી પર વ્યક્તિત્વ

પ્રખ્યાત ઇતિહાસકાર રામચંદ્ર ગુહા જેમણે ગાંધીજી પર સારું એવું કામ કર્યું છે તેમના મતે ગાંધીજી પોતે સ્વીકારતા કે તેઓ હાઈસ્કૂલમાં બહુ તેજસ્વી વિદ્યાર્થી નહોતા. ગાંધીજીએ પોતાની આત્મકથા સત્યના પ્રયોગોમાં પણ આ વિશે વાત કરી છે. જ્યાં ઘણા મહાનુભાવો પોતાની સિદ્ધિઓના ઉલ્લેખ કરે છે ત્યાં ગાંધીજીએ પોતાની નબળાઈઓ વિશે પણ સત્યતાથી લખ્યું છે.  કેટલીકવાર સંસ્કૃત અને ગણિત જેવા વિષયો ભણવામાં તેમને મુશ્કેલી થતી. માતૃભાષામાં એ મેનેજ કરતા પણ બહુ સારા માર્ક ન લાવી શકતા. રામચંદ્ર ગુહા એ પણ લખે છે કે ગાંધીજીની હાજરી પણ શરૂઆતમાં ઘણી ઓછી રહેતી હતી અને તેમના ગુણ સામાન્ય રીતે 45 થી 55 ટકા વચ્ચે રહેતા. છતાં, તેમના શિક્ષકે તેમના વર્તનને “very good” ગણાવ્યું હતું, જે તેમના વ્યક્તિત્વની મજબૂતી દર્શાવે છે.


આ સામાન્ય માર્કશીટ પાછળ એક મહાન વ્યક્તિત્વ ઘડાઈ રહ્યું હતું. શિક્ષણ અને સંસ્કાર ભલે ગુણ સામાન્ય હતા પરંતુ તેમના શિક્ષકે તેમના વર્તનને ખૂબ જ સારું ગણાવ્યું હતું
વૈશ્વિક પ્રભાવની વાત કરીએ તો ગાંધીજીની સરખામણી ઘણી વખત આલબર્ટ આઈન્સ્ટાઈન (Albert Einstein) સાથે કરવામાં આવે છે કારણ કે બંનેના શૈક્ષણિક ગુણ સામાન્ય હતા છતાં તેઓ વિશ્વને પ્રભાવિત કરી શક્યા. પોતાના પર પ્રયોગ ગાંધીજીએ પોતાના જીવનમાં સત્ય અને શિસ્ત પર સતત પ્રયોગ કર્યા અને પોતાને ઘડ્યા

આજના વિદ્યાર્થીઓ માટે શીખ


આજે જ્યારે 90 થી 95 ટકા ગુણ મેળવવા છતાં વિદ્યાર્થીઓ તણાવ અનુભવે છે ત્યારે ગાંધીજીની આ માર્કશીટ શીખવે છે કે સફળતા માત્ર કાગળ પરના નંબર પર નિર્ભર નથી. ગાંધીજીના પ્રારંભિક વર્ષોમાં તેઓ ઘણીવાર 45 થી 55 ટકા ગુણ લાવતા હતા. તેમ છતાં ચારિત્ર્ય સત્ય અને અડગ ઈચ્છાશક્તિના બળે તેઓ વિશ્વના સૌથી મોટા નેતા બન્યા. આ માર્કશીટ સાબિત કરે છે કે એક સરેરાશ વિદ્યાર્થી પણ જો નિશ્ચય કરે તો તે ઇતિહાસ બદલી શકે છે. પરીક્ષા અને પરિણામોના માહોલમાં આ ખરેખ જાણવા જેવી બાબત છે.

Whatsapp-channel Whatsapp-channel

28 April, 2026 03:07 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK