Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > આવતી કાલથી ૧૬,૧૫,૪૮૯ વિદ્યાર્થીઓ બેસશે SSCની પરીક્ષામાં

આવતી કાલથી ૧૬,૧૫,૪૮૯ વિદ્યાર્થીઓ બેસશે SSCની પરીક્ષામાં

Published : 19 February, 2026 06:23 AM | Modified : 19 February, 2026 07:16 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ વર્ષે SSCની એક્ઝામ માટે ૧૬,૧૫,૪૮૯ સ્ટુડન્ટ્સે રજિસ્ટર કર્યું છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મહારાષ્ટ્ર સ્ટેટ બોર્ડ ઑફ સેકન્ડરી ઍન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન (MSBSHSE)ની સેકન્ડરી સ્કૂલ સર્ટિફિકેટ (SSC) એક્ઝામ ૨૦ તારીખથી શરૂ થશે. આ વર્ષે SSCની એક્ઝામ માટે ૧૬,૧૫,૪૮૯ સ્ટુડન્ટ્સે રજિસ્ટર કર્યું છે. એમાં ૮,૬૫,૭૪૦ છોકરાઓ, ૭,૪૯,૭૩૬ છોકરીઓ તથા ૧૩ ટ્રાન્સજેન્ડર સ્ટુડન્ટ્સ છે.

મહારાષ્ટ્રમાં કુલ ૯ ડિવિઝનમાં SSCની એક્ઝામ લેવાશે. ૫૧૧૯ મુખ્ય સેન્ટર પર એક્ઝામ લેવાશે જેમાંથી મુંબઈના સ્ટુડન્ટ્સ ૧૦૦૪ સેન્ટર પર એક્ઝામ આપશે. ૨૦ ફેબ્રુઆરીથી શરૂ થતી SSCની એક્ઝામ ૧૮ માર્ચ સુધી ચાલશે.



ભાંડુપમાં HSC બોર્ડના સેન્ટરની બહારથી ૧૫ સ્ટુડન્ટ્સના મોબાઇલ ચોરાઈ ગયા


ભાંડુપ-વેસ્ટના દત્ત મંદિર રોડ પર આવેલી કુમારી કસ્તૂરી વિદ્યાલય (KKV) જુનિયર કૉલેજની બહારથી બોર્ડની પરીક્ષા આપવા આવેલા ૧૫ વિદ્યાર્થીઓના મોબાઇલ મંગળવારે ચોરાઈ ગયા હતા. કાંજુરમાર્ગ પોલીસે વિદ્યાર્થી ઝૈદ ખાનની ફરિયાદના આધારે ચોરીનો ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે. બોર્ડની પરીક્ષા હોવાથી વિદ્યાર્થીઓને પરીક્ષાકેન્દ્રની અંદર મોબાઇલ લઈ જવાની મંજૂરી ન હોવાથી તમામ વિદ્યાર્થીઓએ પોતાના મોબાઇલ ઝૈદના સ્કૂટરમાં રાખ્યા હતા. પરીક્ષા પૂરી થયા બાદ જ્યારે વિદ્યાર્થીઓએ સ્કૂટરમાં રાખેલા મોબાઇલ તપાસ્યા ત્યારે એ ચોરાઈ ગયા હોવાની ખાતરી થઈ હતી. હાલમાં પોલીસે CCTV કૅમેરાનાં ફુટેજ અને ટેક્નિલક માહિતીના આધારે તપાસ હાથ ધરી છે. કાંજુરમાર્ગ પોલીસ સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઝૈદ ખાન અને તેના ૧૪ મિત્રો બારમાની બોર્ડની એક્ઝામ આપવા મંગળવારે સવારે ૧૧ વાગ્યે KKV જુનિયર કૉલેજ પહોંચ્યા હતા. પરીક્ષાકેન્દ્રમાં મોબાઇલ લઈ જવાની મનાઈ હોવાથી તમામ વિદ્યાર્થીઓએ પોતાના મોબાઇલ ઝૈદના સ્કૂટરની ડિકીમાં રાખ્યા હતા અને સ્કૂટર કૉલેજની બહાર ફુટપાથ પર પાર્ક કર્યું હતું. બપોરે બે વાગ્યે પરીક્ષા પૂરી થયા બાદ જ્યારે વિદ્યાર્થીઓ સ્કૂટર પાસે આવ્યા ત્યારે ૧૫ મોબાઇલ ચોરાઈ ગયા હોવાનું જાણવા મળ્યું હતું. ત્યાર બાદ તમામ વિદ્યાર્થીઓએ સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી.’


Whatsapp-channel Whatsapp-channel

19 February, 2026 07:16 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK