Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ખોવાઈ ગયેલા લડ્ડુ ગોપાલની મૂર્તિને શોધવા પોલીસની ત્રણ ટુકડીઓ લાગી

ખોવાઈ ગયેલા લડ્ડુ ગોપાલની મૂર્તિને શોધવા પોલીસની ત્રણ ટુકડીઓ લાગી

Published : 05 July, 2026 02:32 PM | IST | Madhya Pradesh
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વિજયાની આસ્થા અને દુખને જોઈને ગ્વાલિયરની પોલીસે ૩ પોલીસ-સ્ટેશનોની સંયુક્ત સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ બનાવીને લડ્ડુ ગોપાલની તલાશ શરૂ કરી છે. 

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ

અજબ ગજબ

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ


મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં પોલીસની ૩ ટીમો કોઈ બદમાશને શોધવા માટે નહીં પરંતુ પાંચ મહિનાથી ગુમ થયેલા લડ્ડુ ગોપાલને શોધવામાં લાગી છે. ગ્વાલિયરનાં વિજયા શર્મા નામનાં બહેન ૨૯ જાન્યુઆરીએ માર્કેટમાં શૉપિંગ કરવા નીકળ્યાં હતાં. એ વખતે તેમને લડ્ડુ ગોપાલ એટલે કે નાનકડા કાનુડાનાં કપડાં પણ લેવાં હતાં એટલે એ મૂર્તિ પણ સાથે હતી. જોકે એ દરમ્યાન લડ્ડુ ગોપાલની મૂર્તિ ક્યાંક ગાયબ થઈ ગઈ. ખૂબ શોધ્યા પછી પણ એનો કોઈ અતોપતો લાગ્યો નહીં. આખરે તેમણે પોલીસમાં ફરિયાદ કરી. વિજયા શર્માને આ લડ્ડુ ગોપાલ તેમનાં નાની તરફથી મળ્યાં હતાં. આ માત્ર ભગવાનની મૂર્તિ જ નહોતી, પરંતુ તેમના માટે પરિવારના એક સદસ્ય સમાન હોવાથી તે હંમેશાં લડ્ડુ ગોપાલને સાથે રાખતાં હતાં. વિજયાની આસ્થા અને દુખને જોઈને ગ્વાલિયરની પોલીસે ૩ પોલીસ-સ્ટેશનોની સંયુક્ત સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ બનાવીને લડ્ડુ ગોપાલની તલાશ શરૂ કરી છે. 


Whatsapp-channel Whatsapp-channel

05 July, 2026 02:32 PM IST | Madhya Pradesh | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK