ચીનના કાયદા મુજબ મહિલાની કૂખે જન્મેલું બાળક તેના પિતાની સંપત્તિ પર અધિકાર ધરાવે છે.
લાઇફ મસાલા
પ્રતીકાત્મક તસવીર
ચીનમાં પ્રેમીની પ્રૉપર્ટી પડાવી લેવા માટેનો ચોંકાવનારો કિસ્સો જાણવા મળ્યો છે. ઘટના ગ્વાંગઝુ પ્રાંતની છે. પરિણીત બિઝનેસમૅનના મૃત્યુ બાદ તેની પ્રેમિકાએ ફ્રોઝન સીમેનની મદદથી ડિસેમ્બર ૨૦૨૧માં બાળકને જન્મ આપ્યો હતો. વેન નામના બિઝનેસમૅનનું કાર-અકસ્માતમાં મૃત્યુ થયું હતું. જોકે વાત અહીં અટકતી નથી. હવે લેંગ નામની તેની પ્રેમિકાએ બાળક બિઝનેસમૅનનું હોવાથી તેની સંપત્તિ પર દાવો માંડ્યો છે. પ્રેમિકાએ બિઝનેસમૅનની પત્ની સામે કોર્ટમાં કેસ કર્યો છે. ચીનના કાયદા મુજબ મહિલાની કૂખે જન્મેલું બાળક તેના પિતાની સંપત્તિ પર અધિકાર ધરાવે છે.