પાલખી બનાવીને બીમાર વ્યક્તિને ૧૪ કિલોમીટર દૂર આવેલી હૉસ્પિટલ લઈ જઈ રહ્યા છે.
બૉટમાં દર્દીને લઇ જવાય છે
ગઢચિરોલી જિલ્લાનાં અંતરિયાળ ગામોમાં વસતા આદિવાસી પરિવારોમાં કોઈ માંદું પડે તો તેમને દવાખાને પહોંચાડવાનું કામ ખૂબ કપરું છે. એમાંય જ્યાં-ત્યાં નદી-નાળાં ઊભરાઈ રહ્યાં છે ત્યારે પરિવારજનો કાદવ-કીચડવાળા જળભરાવમાં બોટની અંદર પાલખી બનાવીને બીમાર વ્યક્તિને ૧૪ કિલોમીટર દૂર આવેલી હૉસ્પિટલ લઈ જઈ રહ્યા છે.
પ્લાસ્ટિક વેસ્ટથી નદીઓને બચાવો...
ADVERTISEMENT

પાણીમાં પ્લાસ્ટિકની બૉટલો અને કોથળીઓ નાખીને પ્રદૂષણ એટલી હદે વધી રહ્યું છે કે જળસૃષ્ટિના જીવો ત્રાહિમામ પોકારી રહ્યા છે. જકાર્તામાં આ બાબતે જાગૃતિ લાવવા માટે સ્થાનિક લોકો વચ્ચે એક ક્રીએટિવ પ્રોજેક્ટ હાથ ધરાયો છે. નદીઓમાંથી જ નીકળેલા પ્લાસ્ટિકના વેસ્ટને ભેગો કરીને એમાંથી જાતે જ બોટ બનાવવામાં આવી છે. આ પ્રોજેક્ટમાં કેટલાય લોકોએ પોતાની ક્રીએટિવિટી બતાવી હતી. એમાં કાચબાના શેપની બોટે સૌનું ધ્યાન ખેંચ્યું છે.
૧ મિનિટમાં ૩૨૦ વખત એક આંગળી પર મોબાઇલ સ્પિન કર્યો

ચીનના ફુજિયાન પ્રાંતના ફુઝોઉ શહેરમાં રહેતા ચેન શિઓકિંગ નામના ભાઈએ ટાઇમપાસ કરતાં-કરતાં એક અનોખી કળા હસ્તગત કરી લીધી છે અને એ કળા માટે તેમને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં સ્થાન મળ્યું છે. એક આંગળી પર સ્માર્ટફોનને ફિજેટ સ્પિનરની જેમ ફેરવવામાં માહેર ચેન એક મિનિટમાં ૩૨૦ રાઉન્ડ ફેરવી શકે છે.


