JCBમાં બકેટમાં ગર્ભવતી મહિલાને બેસાડવામાં આવી અને એ પછી JCBએ નાળું ક્રૉસ કર્યું હતું.
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
મહારાષ્ટ્રના ગડચિરોલી જિલ્લામાં ભામરાગઢમાં વરસાદનું જોર છે. એમાં પાછું ભામરાગઢથી આલાપલ્લી વચ્ચે રોડ અને પુલનું કામ ચાલી રહ્યું છે એટલે ત્યાંના રહેવાસીઓને વૈકલ્પિક રોડથી આવવા-જવાનું કહેવામાં આવ્યું હતું. વરસાદમાં એ રોડ પણ ધોવાઈ જવાથી લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે. એમાં એક ગર્ભવતી મહિલાને વેણ ઊપડતાં તેને હૉસ્પિટલમાં લઈ જવી જરૂરી હતી. જોકે નાળા પર પાણી ફરી વળ્યાં હોવાથી રસ્તો બંધ થઈ ગયો હતો.
એ વખતે ગામના લોકોએ યુક્તિ લગાવી હતી. તેઓ રોડ અને પુલના કામ માટે લાવવામાં આવેલું JCB લાવ્યા હતા. JCBમાં બકેટમાં ગર્ભવતી મહિલાને બેસાડવામાં આવી અને એ પછી JCBએ નાળું ક્રૉસ કર્યું હતું. ત્યાર બાદ મહિલાને નીચે ઉતારીને હૉસ્પિટલમાં લઈ જવાઈ હતી. આમ ગામના લોકોએ મુશ્કેલીમાંથી માર્ગ શોધી કાઢ્યો હતો.


