પ્રેમ અને રોમૅન્ટિક રિલેશનની અસર વ્યક્તિના માનસિક સ્તર પર ખૂબ ઊંડે સુધી અંકાઈ ગયેલી હોય છે. એમાંય જો એક વાર ઇમોશનલ બૉન્ડ બની જાય તો એ પછી પ્રેમસંબંધને ભૂલવો અઘરો હોય છે.
પ્રતીકાત્મક તસવીર
પ્રેમ અને રોમૅન્ટિક રિલેશનની અસર વ્યક્તિના માનસિક સ્તર પર ખૂબ ઊંડે સુધી અંકાઈ ગયેલી હોય છે. એમાંય જો એક વાર ઇમોશનલ બૉન્ડ બની જાય તો એ પછી પ્રેમસંબંધને ભૂલવો અઘરો હોય છે. કોઈ પણ કારણસર આ સંબંધ જો લાંબો ન ટકે અને છૂટાં પડી જવું એ જ યોગ્ય નિર્ણય લાગતો હોય તો સંબંધ તૂટે પણ છે. જોકે તૂટેલા સંબંધ પછી લોકો સલાહ આપતા હોય છે કે હવે મૂવ ઑન થવું જરૂરી છે. કદાચ કોઈ તરત મૂવ ઑન થઈને બીજા સંબંધમાં જોડાઈ જાય છે, પરંતુ એક્સ-બૉયફ્રેન્ડ કે એક્સ-ગર્લફ્રેન્ડની પૂરી અસર મનમાંથી ક્યારે ભૂંસાતી હશે? તાજેતરમાં સોશ્યલ સાઇકોલૉજિકલ ઍન્ડ પર્સનાલિટી સાયન્સ નામની જર્નલમાં છપાયેલા અભ્યાસમાં કહેવાયું છે કે ઍવરેજ વ્યક્તિને ઇમોશનલ અટૅચમેન્ટમાંથી છૂટતાં ૪.૧૮ વર્ષનો સમય લાગે છે. તમામ પ્રકારનાં ઇમોશન્સમાંથી બહાર આવતાં સરેરાશ આઠ વર્ષ લાગી શકે છે.

