સ્કૂલના મંચ પર ઊભા રહીને સ્કૂલના તમામ સ્ટુડન્ટ્સની સામે જ ઊઠ-બેસ કરી હતી.
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
આંધ્ર પ્રદેશના વિજયનગરમ જિલ્લા પરિષદ હાઈ સ્કૂલના હેડમાસ્ટર ચિંતા રમણે સ્કૂલના સ્ટુડન્ટ્સના ખરાબ દેખાવ અને અનુશાસનહીનતાથી પરેશાન થઈને ખુદને જ શારીરિક સજા કરી હતી અને એ પણ સ્કૂલના મંચ પર ઊભા રહીને સ્કૂલના તમામ સ્ટુડન્ટ્સની સામે જ ઊઠ-બેસ કરી હતી.
આ ઘટનાનો વિડિયો સોશ્યલ મીડિયામાં ખૂબ વાઇરલ થયો છે. આ વિડિયોમાં દેખાય છે કે હેડમાસ્ટર છોકરાઓની સામે એક મંચ પર ઊભા રહ્યા છે અને કહી રહ્યા છે કે સ્ટુડન્ટ્સની શૈક્ષણિક અને અનુશાસન સંબંધી સમસ્યાને સુધારવામાં તેઓ અસફળ રહ્યા છે, આ માટે તેઓ પોતાને જ દોષી ઠરાવી રહ્યા છે અને તેમની નાકામીને સ્વીકારી રહ્યા છે. વિડિયોમાં સંભળાઈ રહ્યું છે કે સમસ્યા તમારામાં છે કે અમારામાં છે? જો તમે કહેશો કે એ અમારામાં છે તો હું એનો વિરોધ કરીશ અને ઊઠ-બેસ કરીશ. તેમણે સ્ટુડન્ટ્સ સામે તેમના કાન પકડ્યા હતા અને ૫૦ જેટલી ઊઠ-બેસ કરી હતી. આ જોઈને સ્ટુડન્ટ્સ હેરાન-પરેશાન થઈ ગયા હતા.
ADVERTISEMENT
આ વિડિયો જોયા બાદ રાજ્યના પ્રધાન નારા લોકેશે હેડમાસ્ટરની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે સ્ટુડન્ટ્સને દંડિત કર્યા વિના તેમને સમજાવવાનો અને સ્વઅનુશાસન શીખવવાનો આ યોગ્ય માર્ગ છે.

