વેટ વાઇપ્સની અનેક બ્રૅન્ડ્સ તમને માર્કેટમાં જોવા મળશે, પરંતુ એક કંપનીએ ગંગાજળ વેટ વાઇપ્સ બહાર પાડ્યાં છે.
વેટ વાઇપ્સ
વેટ વાઇપ્સની અનેક બ્રૅન્ડ્સ તમને માર્કેટમાં જોવા મળશે, પરંતુ એક કંપનીએ ગંગાજળ વેટ વાઇપ્સ બહાર પાડ્યાં છે. એમાં આલ્કોહૉલ-ફ્રી ભીના ટિશ્યુઝ હોય છે. જોકે એના નામમાં ગંગાજળ વપરાતું હોવાથી સોશ્યલ મીડિયામાં એની ખાસ્સી ચર્ચા છે. લોકો એને ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરા સાથે જોડીને જોઈ રહ્યા છે. વેટ વાઇપ્સ માટે પણ ગંગાજળની શું જરૂર પડી? કેટલાકે આ નવી પ્રોડક્ટ માત્ર સ્કિનકૅર માટેની જ નહીં, સિન-કૅર માટેની હોવાનો કટાક્ષ કર્યો હતો. સિન એટલે પાપ. ગંગાજળમાં એક ડૂબકી પાપ ધોઈ નાખે છે એટલે આ વેટ વાઇપ્સ તમારાં પાપ ધોવાની કાળજી પણ રાખે છે!


