Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ફ્રાન્સે વિશ્વની સૌથી લાંબી બગેટ બનાવીને ઇટલીનો પાંચ વર્ષનો રેકૉર્ડ તોડ્‍યો

ફ્રાન્સે વિશ્વની સૌથી લાંબી બગેટ બનાવીને ઇટલીનો પાંચ વર્ષનો રેકૉર્ડ તોડ્‍યો

07 May, 2024 09:28 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઇટલીએ ૨૦૧૯માં ૧૩૨.૬૨ મીટરની બગેટ બનાવી હતી જેને તોડવામાં ફ્રેન્ચ બેકર્સને ૧૪ કલાક લાગ્યા હતા.

પ્રતીકાત્મક તસવીર

અજબ ગજબ

પ્રતીકાત્મક તસવીર


ફ્રાન્સના બેકર્સે પાંચમી મેએ વિશ્વની સૌથી લાંબી બગેટ (ફ્રેન્ચ બ્રેડ) બનાવીને ઇટલીનો રેકૉર્ડ તોડ્યો હતો. આ સિદ્ધિ એટલા માટે પણ મહત્ત્વની હતી કે બગેટનું મૂળ ફ્રાન્સમાં છે, પણ સૌથી લાંબી બગેટનો રેકૉર્ડ છેલ્લાં પાંચ વર્ષથી ઇટલીના નામે રહ્યો હતો. પૅરિસના સુરેસનેસમાં એક ડઝન જેટલા બેકર્સ બગેટ-શો માટે ભેગા થયા હતા અને ૧૪૦.૫૩ મીટરના લોફ સાથે વિશ્વની સૌથી લાંબી બગેટ બનાવી હતી. ઇટલીએ ૨૦૧૯માં ૧૩૨.૬૨ મીટરની બગેટ બનાવી હતી જેને તોડવામાં ફ્રેન્ચ બેકર્સને ૧૪ કલાક લાગ્યા હતા. મધરાતે લોટ તૈયાર કર્યા બાદ એને વ્હીલ પર બનાવવામાં આવેલા એક ખાસ અવનમાં મૂકવામાં આવી હતી. આ રેકૉર્ડતોડ બગેટનો થોડોક ભાગ લોકો સાથે શૅર કરવામાં આવ્યો હતો અને બાકીનો ગરીબોને આપવામાં આવ્યો હતો. પરંપરાગત ફ્રેન્ચ બગેટની લંબાઈ કરતાં આ બગેટ ૨૩૫ ગણી લાંબી હતી. 


Whatsapp-channel Whatsapp-channel

07 May, 2024 09:28 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK