ચેન્નઈના વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં કંપનીએ ૫૦૦થી વધુ કર્મચારીઓ માટે ખાસ ઇવેન્ટનું આયોજન કર્યું હતું
ચેન્નઈની ઍજિલિસિયમ નામની એક ટેક્નૉલૉજી કંપનીએ આ વર્ષે ૧૦ વર્ષ પૂરાં કર્યાં છે
કંપનીઓ હવે પોતાની સાથે લાંબા ગાળાનું અસોસિએશન ધરાવતા કર્મચારીઓની અલગ-અલગ રીતે કદર કરતી થઈ છે. ચેન્નઈની ઍજિલિસિયમ નામની એક ટેક્નૉલૉજી કંપનીએ આ વર્ષે ૧૦ વર્ષ પૂરાં કર્યાં. આ માઇલસ્ટોન યરને ઊજવવા માટે કંપનીએ ફાઉન્ડેશન યરથી સાથે હોય એવા સૌથી લાંબો સમય કંપની સાથે રહેનારા પચીસ કર્મચારીઓને હ્યુન્દાઇ ક્રેટા કાર ગિફ્ટમાં આપી હતી. ચેન્નઈના વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં કંપનીએ ૫૦૦થી વધુ કર્મચારીઓ માટે ખાસ ઇવેન્ટનું આયોજન કર્યું હતું. એ જ જગ્યાએ કંપનીએ પાયાના પચીસ સાથીઓને કારની ભેટ આપવાની જાહેરાત કરી હતી અને ત્યાં જ કારની ચાવી પણ બધાને હૅન્ડઓવર કરી હતી.

